મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, આ શહેરમાં નોનવેજ પર લાગ્યો પ્રતિબંધ; નહીં મળે દારૂ
ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) મથુરામાં દારૂ (liquor) અને માંસના (Meat) વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સીએમ યોગીએ (CM Yogi) સંબંધિત અધિકારીઓને પ્રતિબંધની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો છે
મથુરા: ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) મથુરામાં દારૂ (liquor) અને માંસના (Meat) વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સીએમ યોગીએ (CM Yogi) સંબંધિત અધિકારીઓને પ્રતિબંધની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગીએ સોમવારે મોડી સાંજે મથુરામાં (Mathura) કૃષ્ણોત્સવ 2021 (Janmashtami 2021) ના કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.
'દારૂ અને માંસ વેચનાર દૂધ વેચે'
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) અગાઉ પણ કહ્યું હતું કે ધાર્મિક (Religious) મહત્વના શહેરમાં માંસ (Meat) અને દારૂના (liquor) વેચાણ પર પ્રતિબંધ (ban) મૂકવામાં આવશે. તેમણે સૂચવ્યું કે મથુરાના (Mathura) ગૌરવને પુનર્જીવિત કરવા માટે, દારૂ અને માંસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દૂધ (Milk) વેચવાનું શરૂ કરી શકે છે, જે તેના મોટા પ્રમાણમાં દૂધ ઉત્પાદન માટે જાણીતું છે.
આ પણ વાંચો:- પીએમ કિસાન યોજનામાં પતિ-પત્ની બંનેને મળી શકે છે આટલા રૂપિયા? જાણો આ છે નિયમ
'બ્રજમાં અટકશે નહીં વિકાસનું પૈડું'
મુખ્યમંત્રી યોગીએ (Yogi Adityanath) કહ્યું, 'બ્રજભૂમિને વિકસાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવશે અને આ માટે ભંડોળની કોઈ કમી રહેશે નહીં. અમે પ્રદેશના વિકાસ માટે આધુનિક ટેકનોલોજી અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું મિશ્રણ જોઈ રહ્યા છીએ. મુખ્યમંત્રીએ દેશને નવી દિશા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Moldi) પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે લાંબા સમયથી અવગણના કરાયેલા શ્રદ્ધા સ્થાનોને ફરી જીવંત કરવામાં આવી રહ્યા છે.
(INPUT: IANS)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube