વારાણસી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના પરિણામ આવવામાં હવે બે અઠવાડીયા જેટલો સમય માંડ બચ્યો છે. છઠ્ઠા તબક્કા માટે રવિવારે મતદાન થવાનું છે. આ અગાઉ Zee News સાથે વાતચીતમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, પોતાને એક્સીડેન્ટલ હિંદુ ગણાવનારા લોકો હવે મંદિરના આંટાફેરા મારી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથના કર્યા હૈયે વાગે: આતંકવાદના એક્સપોર્ટર પાકિસ્તાનમાં 26/11 જેવો હુમલો

ઝી ન્યુઝનાં એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીને આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાનાં ભાષણોમાં અલી-બજરંગ બલી અને સેનાનું નામ લેવાના સવાલ અંગે યોગીએ કહ્યું કે, મે જે પણ પોતાનાં ભાષણમાં કહ્યું તે જરૂરિયાત અનુસાર હતું. તેમણે કહ્યું કે, આવા ભાષણ ક્રિયાની પ્રતિક્રિયા તરીકે આપવામાં આવે છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, બે વર્ષમાં અમારી સરકારે યુપીમાં ફેલાયેલ વાયરસને એન્ટી ડોઝ આપીને હટાવ્યા છે. યોગીએ પોતાના ભાષણોને એન્ટી ડોઝ ગણાવતા કહ્યું કે, એન્ટી ડોઝ સમયાંતરે આપતું રહેવું જોઇએ. આ ખુબ જ જરૂરી છે. 


અલવર ગેંગરેપની ઘટના મુદ્દે એવોર્ડ વાપસી ગેંગ હજી સુધી ચુપ કેમ: PM મોદીનો કટાક્ષ
કોંગ્રેસ પોતે જ સર્વનાશી, તેને હરાવવા માટે નિવેદનો જ પુરતા છે: શિવરાજ
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, યુપીમાં અમેઠી અને રાયબરેલી સૌથી પછાત જિલ્લાઓ પૈકી છે. મુખ્યમંત્રીએ પોતાની પાર્ટીની જીત મુદ્દે દાવો કર્યો. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે,  આ પહેલીવાર થઇ રહ્યું છે કે દેશમાં કોઇ ઉમેદવાર અંગે નથી પુછી રહ્યું. આ ચૂંટણી દેશની જનતા લડી રહી છે. મોદીએ દેશમાં જાતીવાદનેને દેશનાં વિકાસ સાથે જોડ્યો છે.