સોનભદ્ર: સોનભદ્ર નરસંહાર મામલે રાજકીય ઘમાસાણ ચાલુ છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોનભદ્ર જઈને ઉભ્ભા ગામમાં મૃતકોના પરિજનો સાથે ભાવુક મુલાકાત કરી. સીએમ યોગીએ મૃતકોના પરિજનોને મળનારી સહાયની રકમ પણ 5 લાખથી વધારીને 18.5 લાખ રૂપિયા કરી. તેમણે કહ્યું કે અઢી લાખ રૂપિયા ઘાયલોના પરિવારોને અપાશે. આ સાથે જ તેમણે અનેક જાહેરાતો કરીને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ યોગીએ કહ્યું કે આ પાપ કોંગ્રેસના નેતાઓએ કરેલા છે અને જે લોકોએ આ પાપ કર્યું છે તે તેમનું કનેક્શન સમાજવાદી પાર્ટી સાથે પણ છે. તેમનું આર્થિક ગઠજોડ રહ્યું છે. સરકાર તેના મૂળમાં જઈ રહી છે. આ મામલે તે તમામ લોકો મગરના આંસુ વહાવી રહ્યાં છે. આ બધાના મૂળિયા તે સમયે નખાયા હતાં. બહુ જલદી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 


પીડિત પરિવારોને મળ્યાં યોગી
બુધવારે ઘટેલી આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 28 લોકો ઈજાગ્રસ્ત થયાં. સીએમ યોગી સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ, મુખ્ય સચિવ અનુપચંદ્ર પાંડે, ડીજીપી ઓ પી સિંહ, પ્રમુખ સચિવ સૂચન અવનીશ અવસ્થી, પણ સોનભદ્ર પહોંચ્યા હતાં. સીએમ યોગી જેવા ઉભ્ભા ગામ પહોંચ્યા કે સૌથી પહેલા પીડિત પરિવારને એક પછી એક મળવા લાગ્યા હતાં. 


તેઓ પીડિત પરિવારના દરેક સભ્યને મળતા હતાં, ત્યાં હાજર હતાં તેમને તેમની પરેશાનીઓ પૂછતા હતાં. ઘરમાં કોણ કોણ સભ્ય છે, બાળકો શાળાએ જાય છે કે નહીં જે તકલીફો તેમને પડી રહી છે તેનું જલદીથી નિવારણ કરવામાં આવશે. પીડિત પરિવારોને સીએમ યોગી આશ્વાસન આપી રહ્યાં હતાં. 


તેમણે કહ્યું કે તેઓ પોતે પીડિત પરિવારોને મળવા માટે આવ્યાં છે અને જેટલું બને તેટલા પ્રયત્નો કરશે અને જલદી આ ઘટનાક્રમ પાછળ જે પણ અપરાધીઓ છે તેમને જેલના સળિયા પાછળ ધકેલશે. સીએમ યોગીએ લોકોને કહ્યું કે તમે લોકો ગામમાં જ રહો, સરકાર તમારી સુરક્ષાની વ્યવસ્થા કશે. ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...