લખનઉઃ કોરોના વાયરસનો પ્રકોપ હવે ઉત્તર પ્રદેશની સીએમ ઓફિસ સુધી પહોંચી ગયો છે. તેના કારણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાને આઈસોલેટ કરી લીધા છે. તેમના કાર્યાલયમાં કેટલાક અધિકારી કોરોનાથી સંક્રમિત થયા છે. સીએમ હવે તમામ કાર્ય વર્ચ્યુઅલી કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગી આદિત્યનાથે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યુ, મારા કાર્યાલયમાં કેટલાક અધિકારી કોરોનાથી સંક્રમિત થયા છે. આ અધિકારી મારા સંપર્કમાં રહ્યા છે. અંતે સાવચેતીના ભાગરૂપે હું આઈસોલેટ થઈ ગયો છું. તમામ કાર્ય વર્ચ્યુઅલી પ્રારંભ કરી રહ્યો છું. 


યૂપીમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસે તમામ રેકોર્ડ તોડી દીધા છે. પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 18021 કેસ સામે આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય સચિવે આ જાણકારી આપી છે. છેલ્લા 24 કલાકમાં 85 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં આ પહેલા 11 એપ્રિલે એક દિવસમાં સૌથી વધુ 15353 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 12 એપ્રિલે એક દિવસમાં સર્વાધિક 72 દર્દીઓના મૃત્યુ થયા હતા. 


Corona પર સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ, કહ્યું- નવા કેસમાં વધારો ચિંતાજનક


રાજ્યના સ્વાસ્થ્ય સચિવ અમિત મોહને જણાવ્યુ કે, રાજ્યમાં આજે 3474 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 95980 છે. સંક્રમણથી અત્યાર સુધી 9309 લોકોના મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં  3,71,73,548 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 80,18,671 લોકોને વેક્સિન આપવામાં આવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube