હમ નિકલ પડે હૈ... CM યોગી આદિત્યનાથના ખભા પર PM મોદીનો હાથ, શું છે આ તસવીરનો અર્થ?
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી (Yogi Adityanath) આદિત્યનાથે આજે (સોમવારે) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથેનો એક ફોટો ટ્વીટ કર્યો છે.
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી (Yogi Adityanath) આદિત્યનાથે આજે (સોમવારે) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથેનો એક ફોટો ટ્વીટ કર્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે, અમે નીકળી પડ્યા છીએ, વચન લઈને, તમારું તન મન અર્પણ કરીને, જીદ છે એક સુરજ ઉગાડવાનો છે, આકાશ કરતા ઉંચે જવાનું છે, એક ભારત નવો બનાવવાનો છે. સીએમ યોગીએ ટ્વીટ કરેલી તસવીરોમાં તેઓ અને પીએમ મોદી યુપીના રાજભવનમાં ઉભા જોવા મળે છે. ટ્વીટ કરેલી તસવીરમાં પીએમમોદી, સીએમ યોગીના ખભા પર હાથ રાખતા નજરે પડી રહ્યા છે.
સીએમ યોગી આદિત્યનાથનું ટ્વીટ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું, 'અમે નીકળી પડ્યા છીએ, વચન લઈને, તમારું તન મન અર્પણ કરીને, જીદ છે એક સુરજ ઉગાડવાનો છે, આકાશ કરતા ઉંચે જવાનું છે, એક ભારત નવો બનાવવાનો છે.'
શું છે આ તસવીરનો હેતું?
- આ માત્ર તસવીર નહીં, પરંતુ ભવિષ્યની રણનીતિ છે. પ્રધાનમંત્રીને હવે એવું કહેવાની જરૂર નથી કે ઉત્તર પ્રદેશની ચૂંટણીનો ચહેરો કોણ હશે. તેના સાથે તે પણ સ્પષ્ટ થઈ ગયું કે આગામી ચૂંટણીમાં એકવાર ફરી મોદી-યોગીની જોડી તમામ લોકોને સામે હશે.
- આ તસવીર માત્ર ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 2022ના મુખ્યમંત્રીનો ચહેરો જ નથી બતાવતી પણ યોગી અને મોદીની કેમેસ્ટ્રી પણ દર્શાવે છે. તે એ પણ દર્શાવે છે કે વડાપ્રધાન મોદીને મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથમાં કેટલો વિશ્વાસ છે.
- વરિષ્ઠ પત્રકાર કે. વિક્રમ રાવ જણાવે છે કે આ તસવીરને ચૂંટણી પ્રચાર તરીકે પણ જોઈ શકાય છે. યોગી આદિત્યનાથ હિન્દુત્વનો મોટો ચહેરો છે. આવી સ્થિતિમાં સીએમ યોગીના ખભા પર પીએમ મોદીનો હાથ રાખીને ચાલવાથી ચૂંટણી પર મોટી અસર પડી શકે છે. આ તસવીરથી યોગીનું કદ પણ વધ્યું છે.
- જ્યારે, અન્ય વરિષ્ઠ પત્રકાર રત્ના મણીલાલ કહે છે કે થોડા મહિના પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે કેન્દ્રીય નેતૃત્વ સીએમ યોગીથી નારાજ છે. એવું કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી અને અમિત શાહ સીએમ યોગીથી ખુશ નથી. વિરોધ પક્ષો પણ આ વાત કહેતા રહ્યા. પરંતુ આ ફોટો દ્વારા આ મેસેજ આપવામાં આવ્યો છે કે પીએમ મોદીને સીએમ યોગી પર પૂરો વિશ્વાસ છે. અને મોદી ચૂંટણીમાં યોગી સાથે પુરી તાકાતથી ઉભા છે.
- તસવીર પરથી એ પણ સ્પષ્ટ છે કે મોદી-યોગીની જોડી ઉત્તર પ્રદેશમાં ભાવિ જોડી છે. યોગી ચૂંટણીમાં માત્ર ચહેરો જ નહીં, પણ ઉત્તર પ્રદેશમાં તેઓ મોદીના સૌથી વિશ્વાસપાત્ર પણ છે તે નક્કી થઈ ગયું છે.
- પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન દરમિયાન સીએમ યોગી પીએમ મોદીની કારની પાછળ ચાલતા જોવા મળ્યા હતા. ત્યારબાદ અખિલેશ યાદવે સીએમ યોગી પર કટાક્ષ કર્યો હતો. આજે મોદી-યોગીની આ તસવીરે તે વીડિયોનો જવાબ પણ આપી દીધો.
યૂપી બીજેપીના અધ્યક્ષની ટ્વીટ
સીએમ યોગીએ જ નહીં, પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટોને યૂપી બીજેપીના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પણ ટ્વીટ કર્યો. તેમણે ફોટાના કેપ્શનમાં લખ્યું, 'એક શકિતશાળી વિજય તરફના પગલાં.'
સપાએ કહ્યું- 'તુમસે ન હો પાએગા'
મોદી યોગીની આ તસવીર પર સમાજવાદી પાર્ટીના એમએલસી સુનીલ સિંહ યાદવ એ પ્રહાર કરતા લખ્યું કે, 'તમે કરી શકશો નહીં.' તેમણે લખ્યું કે યુપીમાં અખિલેશ જ આવશે.
કોંગ્રેસે કહ્યું- 'આપ નિકલ પડે યા નિકાલા જા રહા'
મોદી-યોગીની આ તસવીર પર કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે ટોણો મારતા જણાવ્યું છે કે, તમે છોડી ગયા છો અથવા કાઢી મુકવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તમે ચાલ્યા ગયા છો કે તમને હાંકી કાઢવામાં આવી રહ્યા છે તે ભાજપ, નરેન્દ્ર મોદીજી અને સમય જ કહેશે. સાચી વાત તો એ છે કે ઉત્તર પ્રદેશની જે હાલત તમે કરી છે એમાં એવું લાગે છે કે તમને હાંકી કાઢવામાં આવી રહ્યા છે. જનતા જ બહાર કાઢશે. તેમણે કહ્યું, "બેરોજગારી સૌથી ઉંચા દરે છે, ખેડૂતોની સમસ્યાઓ પણ સૌથી ઉંચા દરે પહોંચી છે, ખેડૂતોની હત્યા થઈ રહી છે, મહિલાઓનું અપમાન પણ સૌથી વધુ થઈ રહ્યું છે, મહિલાઓ ઉપર સૌથી વધુ જુલમ થઈ રહ્યો છે, તો જનતા શું નિર્ણય લેશે?" તેને બહાર કાઢવાનો નિર્ણય કરશે. રાજપૂતે કહ્યું કે, જનતાએ ભાજપને વોટની ઈજા પહોંચાડવાનું મન બનાવી લીધું છે.