દિલ્હીમાં ખેડૂતોના હલ્લાબોલની મોટી અસર, CM યોગીએ આપ્યાં મહત્વના નિર્દેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કહ્યું કે પ્રદેશની સરકાર માટે શેરડીના ખેડૂતોનું હિત સર્વોપરી છે.
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કહ્યું કે પ્રદેશની સરકાર માટે શેરડીના ખેડૂતોનું હિત સર્વોપરી છે. તેમણે શેરડીના ખેડૂતોના બાકી લેણાની ચૂકવણી જેમ બને તેમ જલદી કરવાના આદેશ આપ્યાં. શેરડી વિભાગના સ્તરે શેરડીના ખેડૂતોના બાકી લેણાની ચૂકવણીની કાર્યવાહીમાં ઝડપ કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને શેરડીના મૂલ્યની ચૂકવણી જેમ બને તેમ જલદી કી શકાય.
રાજ્ય સરકારના એક પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું કે ખેડૂતોને શેરડીના મૂલ્યની ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સસ્તા કરજની યોજના હેઠળ સહાયક મદદના માધ્યમથી ચાર હજાર કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરવામાં આવી હતી. જેનાથી પ્રદેશમાં ખાનગી ક્ષેત્રમાં ખાંડની મિલના ક્રશિંગ સત્ર 2017-18ના શેરડીના બાકી મૂલ્યની ચૂકવણી હેતુ, રાજ્યમાં સ્થિત રાષ્ટ્રીયકૃત અનુસૂચિત વ્યવસાયિક બેંકો તથા ઉત્તર પ્રદેશ સહકારી બેંકના માધ્યમથી ઋણ સ્વરૂપે ધનરાશિ ઉપલબ્ધ કરાવવાની હતી.
આ ક્રમમાં ખાંડની મિલોથી પ્રાપ્ત દાવા મુજબ 44 ખાંડ મિલોને લગભગ 2619 કરોડ રૂપિયાનું સસ્તુ ઋણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સંલગ્ન શેરડી આયુક્ત અને જિલ્લા શેરડી અધિકારી એસ્ક્રો એકાઉન્ટના માધ્યમથી ખેડૂતોના ખાતામાં તત્કાલ હસ્તાંતરિત કરાવવામાં આવશે.
અત્રે જણાવવાનું કે ખેડૂતોને લઈને કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ અવાજ ઉચ્ચારવા માટે એકવાર ફરીથી દેશભરના ખેડૂતો દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર ભેગા થયા હતાં. ખેડૂતોની દેવામાફી અને પાકના ખર્ચના દોઢ ગણું જેટલા ટેકાના ભાગ સહિત અનેક માગણીઓને લઈને અલગ અલગ રાજ્યના ખેડ઼ૂતો મુક્તિ માર્ચ કાઢીને રામલીલા મેદાનમાં પહોંચ્યા હતાં. બે દિવસની આ માર્ચનો શુક્રવારે છેલ્લો દિવસ હતો. સમગ્ર દેશમાંથી ભેગા થયેલા ખેડૂતો આ બે માગણીને લઈને આંદોલન કરી રહ્યાં હતાં.
શું છે ખેડૂતોની માંગણી?
દેશભરના ખેડૂતો બે મોટી માગણીઓને લઈને કેન્દ્રની મોદી સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. જેમાં પહેલી માગણી એ છે કે સંસદનું ખાસ સત્ર બોલાવીને પાકના યોગ્ય ભાવની ગેરંટી આપવાનો કાયદો અને બીજી માંગણી છે ખેડૂતોના દેવામાફી કરાવીને તેમને દેવામુક્ત કરવા માટે સંસદમાં કાયદો પસાર કરાવવામાં આવે. દેશના ખૂણે ખૂણેથી ખેડૂતો આ માગણીઓ પૂરી થાય તે માટે દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે.