નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે દિલ્હીના બદરપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું. રેલીને સંબોધિત કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, તેમણે સાંજે 5 કલાકે અહીં આવવાનું હતું પરંતુ શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનને કારણે તેમને મોડું થઈ ગયું છે. તેમણે કહ્યું કે, શાહીન બાગમાં પ્રદર્શનના નામ પર દિલ્હીમાં અવ્યવસ્થા ફેલાવવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના ભાષણમાં યોગી આદિત્યનાથે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કલમ 370 હટાવવાથી કેજરીવાલ અને પાકિસ્તાનને સૌથી વધુ મુશ્કેલી છે. આ સાથે યોગીએ કહ્યું કે, કેજરીવાલ શાહીન બાગમાં અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપી રહ્યાં છે. યોગી આદિત્યનાથે કહ્યું, અરવિંદ કેજરીવાલને શાહીન બાગમાં બિરયાની ખવડાવવામાંથી સમય નથી. 


સુબ્રમણ્યમ સ્વામીની ભવિષ્યવાણી, દિલ્હીમાં 41+ સીટો જીતશે ભાજપ


મહત્વનું છે કે દિલ્હીમાં શનિવાર 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવવા માટે પોતાની તાકાત લગાવી દીધી છે. દિલ્હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનને ધાર આપવા માટે શનિવારે યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રેલી સંબોધી હતી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...