CM યોગીએ કહ્યુ, જ્યારે શ્રીરામ મંદિર નિર્માણનો સમય આવશે તારીખ જણાવી દેવાશે
શ્રીરામ મંદિર બનાવવાના મુદ્દે જ્યા સુધી પહોંચાડવાનું હતું, ત્યાં સુધી પહોંચાડી દેવાયું છે. જ્યારે શ્રીરામ મંદિર નિર્માણનો સમય આવશે તારીખ જણાવી દેવાશે, તેના માટે કોઇની સલાહની જરૂર નથી
બિલાસપુર : છત્તીસગઢમાં બીજા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે બે દિવસનો સમય બચ્યો છે અને 18 નવેમ્બરે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જેનાં કારણે હવે ભાજપ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે પોતાનાં મોટા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. જેના કારણે હવે ભાજપ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે બિલાસપુરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પત્રકાર મંત્રણા કરી. જેમાં મુખ્યમંત્રીએ આતંકવાદ, નક્સલવાદ સહિત રામ મંદિરના વિષય પર પણ ચર્ચા કરી.
પત્રકારો સાથેની મંત્રણામાં શ્રીરામ મંદિરના વિષય પર ચર્ચા કરતા તેમણે કહ્યું, શ્રીરામ મંદિર બનાવવાનાં મુદ્દાને જ્યાં સુધી પહોંચાડવાનું હતું. ત્યાં સુધી પહોંચાડી દેવાયા છે. જ્યારે શ્રીરામ મંદિર નિર્માણનો સમય આવશે. તારીખ કહી દેવામાં આવશે, તેના માટે કોઇની ભલામણની જરૂર નથી. રવિવારે સવારે 10 વાગ્યે બિલાસપુર પહોંચ્યા બાદ મુખ્યમંત્રી યોગીએ 20 નવેમ્બરે યોજાનારા બીજા તબક્કાના મતદાનના પગલે જનસભામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શહેરની ખાનગી હોલટમાં મીડિયા સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમની સાથે ઉતરાખંડના મંત્રી ધનસિંહ રાવત, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, બિલ્હા ઉમેદવાર ધરમલાલ કૌશિક, નગર નિગમ મહાપૌર કિશોર રાય સહિત અન્ય હાજર રહ્યા. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વસ ચૂંટણી વિશેષજ્ઞના સર્વેમાં ભાજપની પૂર્ણ બહુમતીથી સરકાર બનાવવાનાં અહેવાલો આવી રહ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે દેશવાસીઓને અપાર પ્રેમ છે. જેથી સમગ્ર દેશમાં કમળ ખીલી રહ્યું છે.
તેમણે આગળ કહ્યું કે, મને છત્તીસગઢમાં સતત સભાઓ કરવાની તક મળી રહી છે. જનતાનો આશિર્વાદ ભાજપ સાથે છે. જેના કારણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું 65 પ્લસનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. છત્તીસગઢની જરૂર ભાજપ અને ડૉ.રમણસિંહની સરકાર છે. દેશમાં છત્તીસગઢ મોડલ રાજ્ય બની ચુક્યું છે. આ ઉપરાંત યોગીએ કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. કોઇ પણ પાર્ટી નીતિ, નીયત અને નેતા થકી ચાલે છે, જો કે દુર્ભાગ્ય છે કે કોંગ્રેસની પાસે કોઇ નીતિ, નીય અને નેતા નથી. આ નેતા વિહીન પાર્ટી બનીને રહી ગઇ છે.