કમલેશ તિવારીના પરિજનોને આવતીકાલે મળશે સીએમ યોગી, પરિજનોની આ છે 9 માગણી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કમલેશ તિવારીની હત્યા રાજ્યમાં દહેશત અને ભયનો માહોલ પેદા કરવા માટે કરાઈ છે. કમલેસ તિવારની હત્યા સાથે જોડાયેલા એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. હત્યાકાંડની તપાસ માટે SITને સુચના અપાઈ છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસ પછી શનિવારે લખનઉ પાછા આવ્યા છે. સીએમ યોગી આવતીકાલે એટલે કે 20 ઓક્ટોબરના રોજ રવિવારે સવારે કમલેશ તિવારીના પરિજનો સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને 11 કલાકે કમલેશ તિવારીના પરિજનોને મળવા માટે બોલાવાયા છે. આ અગાઉ કમલેશ તિવારી હત્યાકાંડમાં મુખ્યમંત્રીએ ત્વરિત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કમલેશ તિવારીની હત્યા રાજ્યમાં દહેશત અને ભયનો માહોલ પેદા કરવા માટે કરાઈ છે. કમલેસ તિવારની હત્યા સાથે જોડાયેલા એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. હત્યાકાંડની તપાસ માટે SITને સુચના અપાઈ છે.
કમલેશ તિવારીના પરિવારે ZEE NEWSને કહ્યું: 'પોલીસ તપાસથી સંતુષ્ટ નથી'
પરિવારે નીચેની 9 માગણી કરી છે
1. મુખ્યમંત્રી યોગી સાથે આવતીકાલે મળવાનું વચન.
2. SIT-IG સ્તરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ.
3. કમલેશ તિવારીના પરિજનોને 48 કલાકના અંદર સુરક્ષા
4. પરિજનોને આર્થિક સહાય
5. મોટા પુત્રને સરકારી નોકરી.
કમલેશ તિવારી હત્યા કાંડમાં સુરતના 3ની ધરપકડ, હત્યાનું કારણ છે ઘણુ ચોંકાવનારુ
6. સુરક્ષા માટે હથિયારનું લાયસન્સ
7. લખનઉમાં સરકારી યોજનામાં એક મકાન
8. સમુચિત સન્માન સાથે અંતિમ સંસ્કાર
9. પરિજનો અને સમર્થકોની ફરિયાદની તપાસ ADM અને અધિક પોલીસ કમીશનર પાસે કરાવાય. દોષી પોલીસ કર્મચારી પર કડક કાર્યવાહી.
જુઓ LIVE TV....