દિલ્હીમાં ઠંડી અને પ્રદૂષણનો `ડબલ એટેક`, Pollution ફરી ભયાનક સ્તરે પહોંચ્યું...
દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં શિયાળા અને પ્રદૂષણનો ડબલ એટેક ચાલુ છે. ગુરૂવારે દિલ્હીના એર ક્વોલિટી ઇંડેક્સ (AQI) 466 નોંધવામાં આવી હતી. જ્યારે નોઇડાનું 491 અને ગુરૂગ્રામનું 504 રહ્યું. સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક છે. તો બીજી તરફ સવારે સાડા પાંચ વાગે દિલ્હીનું તાપમાન પણ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો બીજી તરફ ધુમ્મસ વિજિબિટી પણ ફક્ત 300 મીટર રહી.
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં શિયાળા અને પ્રદૂષણનો ડબલ એટેક ચાલુ છે. ગુરૂવારે દિલ્હીના એર ક્વોલિટી ઇંડેક્સ (AQI) 466 નોંધવામાં આવી હતી. જ્યારે નોઇડાનું 491 અને ગુરૂગ્રામનું 504 રહ્યું. સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક છે. તો બીજી તરફ સવારે સાડા પાંચ વાગે દિલ્હીનું તાપમાન પણ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો બીજી તરફ ધુમ્મસ વિજિબિટી પણ ફક્ત 300 મીટર રહી.
બીજી તરફ ઉત્તર ભારતમાં ધુમસ્સના લીધે દિલ્હી આવનાર 21થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. જોકે ધુમ્મસના લીધે ઉડાનો પર અસર પડી નથી. દિલ્હી એરપોર્ટ પરથી ઉડાનોની અવરજવર સામાન્ય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube