Raju Srivastava Health Update: જાણિતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastava) ની સ્થિતિ ફરી એકવાર ફરી બગડી છે. ડોક્ટરોના અનુસાર તેમની હાલત ખૂબ નાજુક છે. તે દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. જોકે રાજૂ શ્રીવાસ્તવને થોડા દિવસો પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાઅ. તેમની હાલત ખૂબ નાજુક બતાવવામાં આવી હતી પરંતુ થોડા દિવસો પહેલાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ હવે એકવાર ફરી તેમની તબિયત બગડી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે અત્યારે તેમની હાલત ખૂબ જ નાજુક છે અને ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. રાજૂ શ્રીવાસ્તવને એટેક આવ્યો છે ત્યારથી તે બેભાન છે. 


સામાન્ય તાવ આવ્યો હતો
થોડા દિવસો પહેલાં રાજૂ શ્રીવાસ્તને હળવો તાવ આવ્યો હતો. ડોક્ટરોનું કહેવું છે કે તાવ ન આવે એટલા માટે તેમને દવા આપવામાં આવી રહી છે, પરંતુ તાવ આવવો તે આ વાતનો પણ સંકેત છે કે શરીર સામાન્ય વ્યવહાર કરી રહ્યું છે. 

હાડકાં તોડ HUG: છોકરીને એવું ટાઇટ HUG કર્યું કે તૂટી ગઇ પાંસળીઓ, અને પછી...


બ્રેનમાં થઇ ઇંજરી
રાજૂ શ્રીવાતવને હોસ્પિટલમાં દાખલ કર્યાને એક અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે. પરંતુ તેમને હજુ પણ ભાન આવ્યું નથી. તેમના હાર્ટ એર પલ્સ લગભગ સામાન્ય કામ કરી રહ્યા હતા પરંતુ બ્રેનના એક ભાગમાં ઇંજરીના નિશાન છે. આ ઇંજરી મગજમાં ઓક્સિજન ન પહોંચવાના કારણે થઇ છે. શુક્રવારે 13 ઓગસ્ટના રોજ રાજૂ શ્રીવાસ્તવનો એમઆઇઆર કરાવવામાં આવ્યો હતો કે માથાના ભાગમાં ડાઘ જોવા મળ્યા. આ ડાભને ડોક્ટર ઇંજરી બતાવી રહ્યા છે. 


એમઆઇઆરમાં દેખાતી ઇંજરી ઇજા પહોંચવાના કારણે થઇ નથી પરંતુ 10 તારીખે જીમમાં બેભાન થવાના કારણે 25 મિનિટ સુધી ઓક્સિજનની સપ્લાય અટકાઇ જવાનું છે. જોકે હાર્ટ એટેકની સાથે રાજૂની પલ્સ ચાલવી પણ લગભગ બંધ થઇ ગઇ હતી જેના કારણે બ્રેનમાં ઓક્સિજની સપ્લાય અટકી ગઇ હતી. જેના કારણે બ્રેનના આ ભાગને નુકસાન થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube