નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ (Coronavirus in Delhi) વચ્ચે દિલ્હી સરકારે મોટ નિર્ણય લીધો છે. હવે આંધ્ર પ્રદેશ અને તેલંગણા (Andhra Pradesh and Telangana) થી દિલ્હી આવી રહેલા લોકોએ 14 દિવસ માટે ક્વોરન્ટાઈન (14-day Quarantine) રહેવું ફરજીયાત છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ તેને લઈને આદેશ જારી કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવો સ્ટ્રેન મળ્યા બાદ લેવાયો નિર્ણય
આંધ્ર પ્રદેશ અને તેલંગણા (Andhra Pradesh and Telangana) માં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બન્ને રાજ્યોમાં કોવિડ 19નો નવો સ્ટ્રેન N440K મળ્યો છે, જે ઝડપથી ફેલાઈ છે. 


આ પણ વાંચોઃ Corona: બીજી લહેરના બધા રેકોર્ડ તૂટ્યા, એક દિવસમાં 4.14 લાખ કેસ, 3920 મૃત્યુ


ક્વોરન્ટાઈનને લઈને આદેશ જારી
આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે પણ લોકો ટ્રેન/બસ/હવાઈ જહાજ કે કોઈપણ ટ્રાન્સપોર્ટ દ્વારા દિલ્હી આવશે, તેણે સંસ્થાગત કે પેડ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. જે લોકોનો આરટીપીસીઆર નેગેટિવ આવ્યો છે, જે 72 કલાકથી જૂનો ન હોવો જોઈએ અને જે લોકોને વેક્સિનના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે, તેણે માત્ર 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. 


આ લોકોને ક્વોરન્ટાઈનની જરૂર નથી
આંધ્ર પ્રદેશ અને તેલંગણાથી દિલ્હી થતાં અન્ય સ્થળે જવા માંગે છે, જેણે દિલ્હીમાં રોકાવાનું નથી. તેને ક્વોરન્ટાઈનની જરૂર નથી. આ સિવાય જે લોકો લક્ષણ વગરના, જે ઓફિશિયલ કામથી દિલ્હી આવી રહ્યાં છે, તેના માટે ક્વોરન્ટાઈન રહેવું જરૂરી નથી. 


આ પણ વાંચોઃ લૉકડાઉનમાં પણ વેક્સિનેશન પર ભાર, બીજી લહેર બાદ આકરા નિર્ણયો લઈ શકે છે PM


દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 25 ટકાથી ઓછો થયો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોના વાયરસના નવા કેસ સતત વધી રહ્યાં છે, પરંતુ છેલ્લા બે-ચાર દિવસથી પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે અને તે 24.29 ટકા પર પહોંચી ગયો છે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, ગુરૂવારે 24 કલાકમાં કોરોનાના 19133 નવા કેસ સામે આવ્યા, જ્યારે આ દરમિયાન 355 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી 1273035 લોકો સંક્રમિત થયા છે અને 18398 દર્દીઓના મૃત્યુ થયા છે.


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube