અમેઠીઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના પરિવારનો ગઢ કહેવાતી અમેઠી લોકસભા બેઠક પર તેમના પરાજયનું કારણ શોધનારી બે સભ્યોની સમિતિએ જણાવ્યું કે, સમાજવાદી પાર્ટી(સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)નો સહયોગ ન મળવાના કારણે તેમનો પરાજય થયો છે. યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાયબરેલીમાં તેમના પ્રતિનિધિ સચિવ જુબેર ખાન અને કે.એલ. શર્માએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, સપા અે બસપાના અમેઠી એકમે કોંગ્રેસને સપોર્ટ આપ્યો ન હતો. તેમના એક મોટા વર્ગના વોટ ભાજપને મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સ્થાનિક નેતાએ જણાવ્યું કે, "સરળ ગણિત છે. રાહુલ ગાંધીને 2014ની લોકસભા ચૂંટણીમાં 4.08 લાખ વોટ મળ્યા હતા, જ્યારે 2019ની ચૂંટણીમાં તેના કરતાં વધુ 4.13 લાખ વોટ મળ્યા છે. 2014માં બસપાના ઉમેદવારને 75,716 વોટ મળ્યા હતા. જો 2019ની ચૂંટણીમાં આ વોટ રાહુલ ગાંધીને મળ્યા હોત તો કોંગ્રેસનો વિજય પાકો હતો. ભાજપના સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55,000 વોટના અંતરથી હરાવ્યા છે."


આજનો સમય બ્રિટિશ રાજ જેવો, બધા અમારી વિરુદ્ધ BJPને વોક ઓવર નહી આપીએ: રાહુલ


અમેઠી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, "સપાના પૂર્વ મંત્રી ગયત્રી પ્રજાપતિના પુત્ર અનિલ પ્રજપતિ જાહેરમાં સ્મૃતિ ઈરાનીના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા. ગૌરીગંજમાં સપાના ધારાસભ્ય રાકેશ સિંહ પોતાના બ્લોક પ્રમુખ અને જિલ્લા પંચાયત સભ્યોને સાચવી રાખવા માટે ભાજપના ખોલામાં બેસી ગયા હતા."


જોકે, રાકેશ સિંહે જણાવ્યું કે, રાહુલ ગાંધીનો અમેઠીની ચાર વિધાનસભા બેઠકમાં પરાજય થયો છો. ગૌરીગંજમાં પરાજયનું અંતર સૌથી વધુ 18,00 વોટ હતું. તેઓ અમેઠીમાં આગળ રહ્યા પરંતુ તિલાઈ, જગદીશપુર અને સલોન વિધાનસભા વિસ્તારમાં પાછળ રહી ગયા. સમિતિ હજુ જગદીશપુર, સલોન અને અમેઠીના કાર્યકર્તાઓને મળ્યા બાદ વિસ્તૃત રિપોર્ટ હાઈકમાન્ડને સોંપશે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....