ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા): ભારતની મહિલા વેટલિફ્ટિંગ ખેલાડી સંજીતા ચાનૂએ 21મા રાષ્ટ્રમંડળ રમતોના બીજા દિવસે શુક્રવારે ભારતને આ રમતોમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. સંજીતાએ પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર એકતરફી પ્રદર્શન કર્યું અને મહિલાઓની 53 કિલોગ્રામ વેટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજીતા ચાનૂએ સ્નૈચમાં 84 કિલોગ્રામ ભાર ઉઠાવ્યો જે ગેમ રેકોર્ડ રહ્યો, તો બીજી તરફ ક્લીન એન્ડ જર્કમાં તેમણે 108 કિલોગ્રામ વજન ઉઠાવ્યો અને કુલ 192ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધો. સ્પર્ધાનો રજત મેડલ પાપુઆ ન્યૂ ગિનીની લાઉ ડિકા તાઉને મળ્યો, જેનો કુલ સ્કોર 182 રહ્યો. કેનેડાની રચેલ લેબ્લાંગને 181ના કુલ યોગ સાથે કાંસ્યથી સંતોષ માનવો પડ્યો. 



આ પહેલાં રેકોર્ડની નવી રાણી બનીને ઉભરેલી મીરાબાઇ ચાનૂ અને દ્વઢતાનું ઉદાહરણ પુરૂ પાડનાર પી ગુરૂરાજાએ વેટલિફ્ટિંગમાં અપેક્ષાકૃત પ્રદર્શન કરતાં 21મા રાષ્ટ્રમંડળ રમતોની સ્પર્ધાઓના પહેલા દિવસે ભારતને પ્રથમ દિવસે ક્રમશ ગોલ્ડ અને રજત મેડલ અપાવ્યા, જ્યારે બેડમિંટન અને ટેબલ ટેનિસ ખેલાડીઓએ જીત સાથે આગાજ કર્યો. કોમનવેલ્થ ગેમ્સના પ્રથમ દિવસની શરૂઆતના કલાકોમાં ભારત નંબર વનની પોઝીશન પર રહ્યું.


ગોલ્ડ મેડળની પ્રબળ દાવેદાર રહેલી ચાનૂએ યાદગાર પ્રદર્શન કરતાં સ્નૈચ, ક્લીન એન્ડ જર્ક અને ઓવરઓલમાં રાષ્ટ્રમંડળ રમતોનો રેકોર્ડ તોડ્યો. તેના માટે ઓસ્ટ્રેલાઇ દર્શકોએ તાળીઓ વડે તેમનું સ્વાગત કર્યું, જે પદક વિતરણ સમારોહમાં તેમનો ઓટોગ્રાફ લેવા માટે લોકો લાઇનમાં ઉભા રહ્યા હતા. ચાનૂએ કુલ 196 કિગ્રા (86 અને 110 કિગ્રા) વજન ઉપાડ્યું. પહેલાં દિવસે મેડલ ટેલીમાં પહેલાં નંબર પર ઇગ્લેંડ અને બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા રહ્યું.