Delhi Violence: તમામ મૃતકોના પરિવારને મળશે 10-10 લાખ રૂપિયાનું વળતર, કેજરીવાલે કરી જાહેરાત
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હિંસામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ દિલ્હી હિંસાને લઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરૂવારે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, હિંસામાં હિન્દુ અને મુસલમાન બધાને નુકસાન થયું છે. આ દરમિયાન તેમણે વળતરની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની સારવાર ફ્રીમાં કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તો પર ફરિશ્તે યોજના લાગૂ થશે. આ દરમિયાન તેમણે મૃતકોના પરિવારનોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.
સીએમ અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, સામાન્ય ઈજાગ્રસ્તોને 20-20 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. હિંસામાં જેની રિક્ષાને નુકસાન થયું છે તેને 25 હજાર, ઈ રિક્ષા માટે 50 હજાર, જેનું ઘર સળગ્યું છે તેને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય જેની દુકાનો સળગી છે તેના માટે પણ 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube