નવી દિલ્હી: કોરોનાથી મોત થવા પર પરિજનોને 50 હજાર રૂપિયાનું વળતર મળશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી છે. કોર્ટે સોમવારે ગાઈડલાઈન બહાર પાડી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે. આ વળતર ભવિષ્યમાં થનારા મોત ઉપર પણ લાગૂ રહેશે. તેની ચૂકવણી રાજ્ય આફત રાહત કોષમાથી કરાશે. કોર્ટે કહ્યું કે લાભાર્થીનું પૂરેપૂરું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, જાણો શું છે લેટેસ્ટ અપડેટ


સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર અરજી જમા કરવા અને મૃત્યુના કારણેને કોવિડ19ના સ્વરૂપમાં પ્રમાણિત થયાના 30 દિવસની અંદર આપવામાં આવે. કોઈ પણ રાજ્ય મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોવિડ-19 નથી તે આધારે 50,000  રૂપિયાના લાભથી ઈન્કાર કરી શકશે નહીં. જિલ્લાધિકારીઓએ મોતના કારણોને ઠીક કરવા માટે ઉપચારાત્મક પગલાં લેવા પડશે. 


Lakhimpur Kheri Violence: લખીમપુર હિંસામાં મૃત્યુઆંક વધીને 9 થયો, ગૂમ થયેલા પત્રકારનો મૃતદેહ મળ્યો


જિલ્લા સ્તરીય સમિતિનું વિવરણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રકાશિત કરવામાં આવશે. ભવિષ્યમાં કોવિડથી થનારા મોત પર 50,000 રૂપિયાની સહાય ચાલુ રાખવામાં આવશે. કોવિડ થયાના 30 દિવસની અંદર આત્મહત્યા કરનારાઓને પણ વળતર મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube