નવી દિલ્હીઃ બેંગલુરૂમાં 26 વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઇન્ક્લૂસિવ એલાયન્સ (ઈન્ડિયા) નું ગઠન કર્યું જેથી વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) ને પડકાર આપી શકાય. વિપક્ષી દળોનો દાવો છે કે તે ગઠબંધન 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપના આગેવાનીવાળા એનડીએને પરાજય આપશે. પરંતુ ચૂંટણીમાં શું થશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ હવે વિપક્ષી દળોના ગઠબંધનના નામનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના બારાખંબા રોડ સ્થિત પોલીસ સ્ટેશનમાં 26 પાર્ટીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ પોતાના અંગત ફાયદા માટે ઈન્ડિયા (ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઇન્ક્લૂસિવ એલાયન્સ INDIA)શબ્દનો ઉપયોગ ન કરી શકે.


આ ફરિયાદ દિલ્હીમાં રહેતા અવનીશ મિશ્રા નામના વકીલે કરી છે. તેમણે કહ્યું કે, આ પાર્ટીઓએ પોતાના ગઠબંધનનું નામ INDIA રાખ્યું જે એમ્બ્લેમ એક્ટ-2022નું ઉલ્લંઘન છે. અવનીશ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે એમ્બ્લેમ એક્ટની કલમ 3 હેઠળ કોઈ વ્યક્તિ ઈન્ડિયા નામનો ઉપયોગ પોતાના ફાયદા માટે ન કરી શકે. તેનાથી અમારી ભાવનાને ઠેંસ પહોંચી છે. 


આ પણ વાંચોઃ હોટલ રૂમ નંબર 204... કાઠમાંડૂની હોટલમાંથી સામે આવ્યા સીમા-સચિનના રાઝ


સજાની જોગવાઈ શું છે?
ફરિયાદ અનુસાર, આવા ઉલ્લંઘનના કિસ્સામાં પ્રતીક અધિનિયમની કલમ 5 હેઠળ દંડની જોગવાઈ છે. તે જ સમયે, આ કાયદાની કલમ-3નું ઉલ્લંઘન કરવા પર 500 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. અવનીશ મિશ્રાની ફરિયાદ અનુસાર, 26 વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનનું નામ 'ભારત' રાખ્યું છે, જે એમ્બ્લેમ એક્ટની કલમ-3નું ઉલ્લંઘન છે. આવી સ્થિતિમાં તેમને સજા થઈ શકે છે. 2024ની લોકસભા ચૂંટણી માટે વિરોધ પક્ષોએ 'જીતેગા ભારત' ટેગલાઈન પસંદ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube