ચંડીગઢઃ હરિયાણામાં કોરોના વાયરસ (Hariyana Corona News) નો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોનાની ચેન તોડવા માટે હરિયાણા સરકારે (Hariyana Government) રાજ્યભરમાં લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. સરાકેર કહ્યું કે, 3 મેથી રાજ્યમાં 7 દિવસનું લૉકડાઉન લાગૂ થશે. તો ઓડિશા સરકારે પણ રાજ્યમાં 14 દિવસનું લૉકડાઉન લાગૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી અનિલ વિજે જણાવ્યુ કે, 3 મે સોમવારથી સાત દિવસ માટે હરિયાણામાં પૂર્વ લૉકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. આ પહેલા સરકારે ગુરૂગ્રામ અને ફરીદાબાદ સહિત 9 જિલ્લામાં વીકેન્ડ લૉકડાઉનનો નિર્ણય કર્યો હતો. 


દેશમાં કોરોનાની સ્થિતિ પર PM મોદીની બેઠક, ઓક્સિજન-દવાઓ મુદ્દે કરી સમીક્ષા 

ઇમરજન્સી સેવાઓને છૂટ
આદેશમાં કહેવામાં આવ્યું છે કે લૉકડાઉન દરમિયાન લોકોએ ઘરમાં રહેવું પડશે. આ દરમિયાન કોઈ વ્યક્તિને અવરજવરની મંજૂરી મળશે નહીં. જાહેર સ્થળો પર ફરવાની મંજૂરી હશે નહીં. માત્ર જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવી છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube