Lockdown: રાજસ્થાનમાં 10 મેથી 24 મે સુધી લૉકડાઉન, લગ્ન સમારોહ પર પણ પ્રતિબંધ

અશોક ગેહલોત સરકારે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. પ્રદેશમાં 14 દિવસ માટે સંપૂર્ણ લૉકડાઉન લગાવી દીધુ છે.
જયપુરઃ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ગુરૂવારે રાજ્યમાં 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. પ્રદેશમાં 10 મેથી 24 મે સુધી લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેની શરૂઆત કાલ એટલે કે શુક્રવારથી થઈ જશે. હકીકતમાં પ્રદેશમાં કોરોનાના વધી રહેલા કેસને જોતા રાજસ્થાન સરકારે વીકેન્ડ લૉકડાઉનનો નિર્ણય પહેલાથી લાગૂ કર્યો છે. તે હેઠળ પ્રતિબંધો લૉકડાઉન જેવા છે. શુક્રવારે સાંજે 6 કલાકથી સોમવારે સવારે 5 કલાક સુધી વીકેન્ડ લૉકડાઉન કે કર્ફ્યૂ રહેશે. આ હેઠળ તમામ બજારો બંધ રહેશે અને સોમવારે સવારે એટલે કે 10 મેથી સરકારે 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. આ પહેલા કોંગ્રહેસ પાર્ટી તરફથી કેન્દ્ર સરકાર પાસે રાષ્ટ્રીય લૉકડાઉનની માંગ કરવામાં આવી હતી.
રાજ્યમાં આ પ્રતિબંધો લાગૂ
કોરોના રોકવા માટે રાજસ્થાન સરકારે લીધેલા મહત્વના નિર્ણયો
- રાજ્યમાં 10 મેએ સવારથી 24 મે સુધી લૉકડાઉન રહેશે. રાજ્યમાં લગ્ન સમારોહનું આયોજન 31 મે પછી થઈ શકશે.
- લગ્ન સંબંધિત કોઈપણ સમારોહ, ડીજે, જાન કાઢવી, ભોજન સમારોહ વગેરેની મંજૂરી 31 મે સુધી મળશે નહીં.
- લગ્ન ઘર પર અથવા કોર્ટ મેરેજના રૂપમાં કરવાની મંજૂરી રહેશે. જેમાં માત્ર 11 લોકો સામેલ થઈ શકશે. તેની સૂચના સરકારને Covidinfo. rajasthan.gov.in પર આપવી પડશે.
- તમામ પ્રકારના ધાર્મિક સ્થળ બંધ રહેશે. લોકોને અપીલ છે કે પૂજા-અર્ચના, ઇબાદત ઘરે રહીનો કરો.
- ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા લોકોને છૂટછાટ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરી હતી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની માંગ
દેશભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રતિબંધોમાં વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમણની ગતિ અટકાવવા માટે 'મહામારી રેડ એલર્ટ જન અનુશાસન પખવાડા' લાગૂ કરવામાં આવ્યું છે. આ બેઠક પ્રદેશમાં બિનજરૂરી ફરતા લોકોને સંસ્થાગત ક્વોરન્ટીનમાં રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તો અન્ય જરૂરી પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. આ ક્રમમાં હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંપૂર્ણ લૉકડાઉનને લઈને પોતાનું સમર્થન આપતા દેશવ્યાપી લૉકડાઉનની માંગ કરી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દેશવ્યાપી લૉકડાઉનનું સમર્થન કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરૂવારે કહ્યુ કે, જો યોગ્ય રીતે યોજના બનાવવામાં આવે તો કોરોના સંક્રમણને ફેલાતું રોકવામાં મદદ મળી શકે છે. તેમણે કહ્યું કે, પહેલાથી દેશમાં ઓક્સિજન, દવાઓ અને અન્ય સાધનોની કમી છે અને દેશને જલદી ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મચારીઓની કમીનો સામનો કરવો પડી શકે છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube