ભારત અને યુએઈ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર થયા હસ્તાક્ષર, જાણો દેશને તેનાથી શું ફાયદો થશે
Free Trade Agreement: આ કરારથી ઉત્પાદનોની વિશાળ શ્રેણી પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો થશે. સરકારને આશા છે કે આનાથી જેમ્સ, જ્વેલરી અને એપેરલની નિકાસને પ્રોત્સાહન મળશે, ખાસ કરીને યુએઈમાં. ઉપરાંત, આ કરાર આગામી 5 વર્ષમાં કુલ વેપારને $100 બિલિયન સુધી વધારશે.
નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત અરબ અમીરાતની સાથે એક વ્યાપાર સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે, જે દેશમાં મોટાભાગની ભારતીય નિકાસ પરની આયાત શુલ્ક ઘટાડશે. પીએમ મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ સાથે વર્ચ્યુઅલ સમિટમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) એ 2014માં પ્રથમ વખત સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલો પહેલો મોટો વેપાર કરાર છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ કરારની જાણકારી આપી છે. પીએમએ તેમના ટ્વીટમાં કહ્યું, 'મારા મિત્ર, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, મોહમ્મદ બિન ઝાયેદ સાથે વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરીને ખૂબ જ આનંદ થયો. ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં છેલ્લા 7 વર્ષમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. અમે એક સંયુક્ત વિઝન સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે જે અમારા સંબંધો માટે ભાવિ રોડમેપ તૈયાર કરે છે.
Covid-19 Vaccination: ભારતમાં વયસ્ક વસ્તીના 80% લોકોને લાગ્યા કોરોના વેક્સીનના બંને ડોઝ, પાર કર્યો ઐતિહાસિક આંકડો
મેના પ્રથમ સપ્તાહમાં લાગુ થશે
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે CEPA મેના પ્રથમ સપ્તાહ સુધીમાં લાગુ થવાની અપેક્ષા છે, કારણ કે પ્રક્રિયામાં લગભગ 60 દિવસનો સમય લાગશે. આ સમય સુધીમાં બંને બાજુના વ્યવસાયો વચ્ચે ભારતભરમાં શ્રેણીબદ્ધ વ્યવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓ યોજવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube