ઇંદોર : મધ્યપ્રદેશ વિધાનસભામાં દંડ સંશોધન વિધેયક મુદ્દે કરાાયેલા મત વિભાજનમાં ભાજપનાં બે ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ દ્વારા કોંગ્રેસનો સાથ આપ્યાનાં એક દિવસ બાદ ગુરૂવારે નદી ન્યાસનાં અધ્યક્ષ કોમ્પ્યુટર બાબા ઉર્ફે નામદેવ ત્યાગીએ મોટુ નિવેદન આપ્યું છે. બાબાએ દાવો કરતા કહ્યું કે, ભાજપનાં ચાર ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને રાજ્ય સરકારમાં જોડાવા ઇચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ, કોંગ્રેસ, JDU અને તૃણમુલનો વોકઆઉટ
ઇંદોર મુલાકાત પર આવેલા કોમ્પ્યુટર બાબાએ પત્રકારોને જણાવ્યું કે, ચાર ભાજપ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. મુખ્યમંત્રી કમલનાથનાં નિર્દેશ બાદ ધારાસભ્યો બાદ ધારાસભ્યો સામે લાવીશું. તેઓ સરકારમાં જોડાવા ઇચ્છે છે. જો કે બાબા ચારેય ધારાસભ્યો મુદ્દે કોઇ પ્રકારની માહિતી આપતા બચતા રહ્યા. બાબાએ કહ્યું કે, જ્યારે મારા બાબા ભાજપથી નારાજ હોઇ શકે છે તો તેમનાં ધારાસભ્યો શા માટે નહી. ભાજપના અનેક ધારાસભ્યોમાં પાર્ટી સામે નારાજગી છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં બુધવારે દંડ કાયદા સંશોધન વિધેયક મુદ્દે કરાવેલા મતવિભાજનમાં ભાજપનાં બે ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ દ્વારા કોંગ્રેસનાં પક્ષમાં મતદાન કર્યું હતું. 


કર્ણાટકનું રાજનીતિક કોકડુ વધારે ગુંચવાયુ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાના સંકેત
ફ્રીઝમાં બાંધેલો લોટ મુકી તેની રોટલી ખાઓ છો ? જઇ શકે છે તમારો જીવ
બાબાએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર પમ આરોપ લગાવ્યો. બાબાએ કહ્યું કે, નર્મદા નદી પર નિરીક્ષણ દરમિયાન સૌથી વધારે બિનકાયદેસર ઉત્ખનન શિવરાજસિંહ ચૌહાણની વિધાનસભામાં  જોવા જોવા મળ્યા. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારને આ ઉત્ખનન અટકાવવામાં હજી થોડો સમય લાગશે પરંતુ આ ઝડપથી તેના પર લગામ લાગશે.ઉલ્લેખનીય છે કે, નામદેવ ત્યાગીને શિવરાજ સિંહ સરકાર દરમિયાન કેબિનેટ રાજ્યમંત્રીનો દરજ્જો અપાયો હતો. જો કે ગત્ત વર્ષ તેમણે શિવરાજ સરકાર પર તેમના પ્રસ્તાવોને નજર અંદાજ કરવાનાં આરોપો લગાવીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.