નવી દિલ્હી : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા સાધુ - સંતોએ ભાજપને આકરો ઝટકો આપતા પોતાનું સમર્થન કોંગ્રેસને આપ્યું છે. થોડા દિવસો પહેલા સુધી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં દરજ્જો પ્રાપ્ત મંત્રી રહ્યા કમ્પ્યુટર બાબાએ કહ્યું કે, આ સરકારને કાન પકડીને બહાર કાઢી નાખીશું. જો કોંગ્રેસ ધર્મ અનુસાર  સરકાર ચલાવવામાં ચુકી તો તેમને પણ બહાર પણ કરી દઇશું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોપાલમાં એકત્ર બે હજારથી વધારે સંતોની આગેવાની કરતા કોમ્પ્યુટર બાબાએ કહ્યું કે, અમે શિવરાજને 15 વર્ષ આપી ચુક્યા છીએ. જો કે તે સરકાર ધર્મ વિરોધી કાર્ય કરી રહ્યા છે. એટલા માટે અમે કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમને સમર્થન આપી રહ્યા છીએ. જો કોંગ્રેસે પણ ધર્મના રસ્તે ચાલીને સરકાર ન ચલાવી તો તેને પણ કાન પકડીને બહાર કરી દઇશું. 

અમને નથી મળી રેલીની અનુમતી
કોમ્પ્યુટર બાબાએ કહ્યું કે,સંત સમાજ સતત ત્રણ દિવસથી પરવાનગી માંગી રહ્યા છે કે ભોપાલની નરેલા વિધાનસભામાં રેલી અને રોડ શો કરવામાં આવે, પરંતુ તંત્રણી તરફથી લીલી ઝંડી નથી મળી રહી. કોમ્પ્યુટર બાબાના અનુસાર નરેલા વિધાનસભાથી ભાજપ ઉમેદવાર વિશ્વાસ સારંગે પડકાર ફેંક્યો છે કે તેને કોઇ હરાવી શકે છે, પરંતુ હવે સંત સમાજ તેમની વિરુદ્ધ રોડ શો કરવા જઇ રહ્યા છે, પરંતુ તંત્ર ત્રણ દિવસથી પરમિશન નથી આપી રહ્યા છે. બીજી તરફ રોડ શો અટકાવવા માટે મોટા મોટા નેતાઓને મને ફોન લગાવ્યો. 

આરિફ અકીલ પહોંચ્યા સંતોની પાસે
મધ્યપ્રદેશ એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય અને કોંગ્રેસના હાલના ઉમેદવાર આરિફ અકીલ પણ પોતાનાં ઉત્તરભોપાલ વિધાનસભામાં ધરણા પર બેઠેલા સાધુ સંતોની જીતનો આશિર્વાદ લેવા માટે ગયા. આ દરમિયાન કોમ્પ્યુટર બાબાએ આરિફનાં માથે હાથ મુકીને તેમને આશિર્વાદ આપ્યા હતા. 

શિવરાજને હટાવવાનો સંકલ્પ
સંતોના સમ્મેલનમાં નર્મદે સંસદમાં શુક્રવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને માં નર્મદાની સાથે અન્યાય કરનારો કળયુગી પુત્ર ગણાવ્યો હતો અને સાધુ સંતોની સાથે ધોખેબાજી કરનાર વ્યક્તિ ગણાવતા તેમને પદ પરથી હટાવવા માટે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો.