ભોપાલ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સરકારની તરફથી રાજ્યમંત્રીનો દરજ્જો મેળવનાર સ્વામી નામદેવ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબાએ સોમવારે આ પદ છોડી દીધું હતું. ભોપાલમાં સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરતા કમ્પ્યુટર બાબાએ પોતાનાં રાજીનામાની જાહેરાત કરી. આ દરમિયાન બાબાએ શિવરાજ સરકાર પર ઉપેક્ષાનો પણ આરોપ લગાવ્યો. બાબાએ કહ્યું કે, શિવરાજ સરકાર મારી વાત નથી સાંભળી રહી, સરકાર ધર્મ પ્રત્યે નથી ચાલવા માંગતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમ્પ્યુટર બાબાને આશરે 6 મહિના પહેલા પ્રદેશ સરકારનાં રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, મે રાજ્યમંત્રીનો દરજ્જાથી ત્યાગપત્ર આપ્યું છે, કારણ કે હજારો સંતોએ મારા પર ત્યાગપત્ર આપવાનું દબાણ બનાવાયં છે. 

બાબાએ કહ્યું કે, અમારી એક સિસ્ટમ છે જેમાં તમામ સંતો એક સાથે બેસે છે અને નિર્ણય લે છે. તેમનું કહેવું છે કે શિવરાજ સરકાર ધર્મ અનુસાર કાર્ય નથી કરી રહ્યા. મને લાગે છે કે તેઓ સાચુ કહી રહ્યા છે. મને એવું લાગ્યું કે શિવરાજ ધર્મથી બિલ્કુલ વિપરીત છે અને ધર્મનું કામ કરવા જ નથી માંગતા, માટે મે રાજીનામું આપી દીધું છે. 

બાબાએ કહ્યું, મુખ્યમંત્રીએ મને વચન આપ્યું હતું કે મધ્યપ્રદેશમાં અવૈધ રેત ઉત્ખનન નહી થાય, ગાયની દુર્દશા નહી થાય. મઠ-મંદિરોના સંત જે કહેશે, તેવું જ કરશે. તેમને વ્યંગ કરતા કહ્યું કે, જો કે ચૌહાણ વચન આપીને ભુલી ગયા. મને જે વચનો આપ્યા હતા તેનાંથી વિરુદ્ધ કામ કરી રહ્યા છે.