નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કોન્ડોલિઝા રાઈસના એક નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે આકરી પ્રતિક્રિયા આપી છે. ફોરમ દરમિયાન રામ માધવ અને રાઈસ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. રાઈસે કહ્યું હતું કે બારતના સંબંધો અમેરિકાની સરખામણીએ ચીન સાથે વધુ સારા છે. યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (USISPF)ને સંબોધિત કરતા રામ માધવે કહ્યું હતું કે ભારત એક ડમ્પિંગ માર્કેટ નથી તેમણે કહ્યું કે સરકાર ઈચ્છે છે કે ઘરેલુ બજારની સાથે સાથે વિદેશી પ્રત્યક્ષ રોકાણને પ્રોત્સાહન આપીને દેશ એક વ્યાપારિક કેન્દ્ર તરીકે ઊભરી આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJPની વિદેશ નીતિના એક પ્રમુખ ચહેરા એવા રામ માધવ રાઈસની હાજરીમાં અમેરિકા-ભારતના દ્વિપક્ષીય સંબંધો પર વાર્ષિક શીખર સંમેલનમાં પોતાનું સંબોધન કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે રક્ષા, સંચાર, ઉર્જા અને સ્વાસ્થ્ય સેવા પ્રમુખ ક્ષેત્ર છે, અને આજે અમારી પાસે વ્યાપારિક લાભથી ઉપર વ્યાપારિક સંબંધોની ભાગીદારી માટે સૌથી સારું દિમાગ છે. ચીન ભારતનો નજીકનો પાડોશી છે અને આપણે વૈશ્વિક અને ક્ષેત્રીય દબાણથી દૂર વધતી ભાગીદારીને જોવાની જરૂર છે. 


માધવે કહ્યું કે જે પ્રકારે ભારત અને ચીન બંને આગળ વધી રહ્યાં છે, અમારે પ્રતિસ્પર્ધિ હોવા અને આ ક્ષેત્રમાં તમામ રીતે સંસાધનોનો ઉપયોગ કરવાની પણ આવશ્યકતા છે. હું એ પણ સ્પષ્ટ રીતે બતાવવા માંગીશ કે આજે ચીન-ભારત સંબંધ અમેરિકા-ભારતના સંબંધ કરતા વધુ સારા છે. 


ત્યારબાદ રાઈસે પણ માધવના નિવેદન પર કટાક્ષ કર્યો. તેમણે ચેતવતા કહ્યું કે ચીન ભારત સાથે ગોરીલા ગેમ રમી રહ્યું છે. દરેક જણ તેને જોઈ રહ્યું છે. પરંતુ ભારત હજુ પણ અનેક રીતે જોડાઈ રહેવા માંગે છે. આજે ભારતને તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે ખાનગી ક્ષેત્રોની સાથે જોડાવવાની જરૂર છે અને તેમણે એ પણ જોવાની જરૂર છે કે અમેરિકી અર્થવ્યવસ્થાએ કેવી રીતે સાર્વજનિક-ખાનગી ભાગીદારી (પીપીપી)નો ઉપયોગ કર્યો. આ સાથે જ વિકાસના પાયાના માળખાને એક સાથે વિક્સિત અને મજબુત કર્યું. માધવે કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારને સંતુલિત કરવાની જરૂર છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...