દેવાસ : મધ્યપ્રદેશ વિધાનસભામાં નકલી વોટરનો મુદ્દો કોંગ્રેસ જોર-શોરતી ઉઠાવી રહી છે. પાર્ટીએ ચૂંટણી પંચની ફરિયાદ કરીને પ્રદેશાં 60 લાખ નકલી મતદાતાઓ હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે આ મુદ્દે તેનાં પોતાનાં જ નેતાઓ ફસાઇ રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને પુર્વ સાંસદ સજ્જનસિંહ વર્માનું નામ મધ્યપ્રદેશની બે વિધાનસભાની મતદાતા યાદીમાં મળવા અંગે તેમણે નોટિસ ઇશ્યું કરવામાં આવી છે. વર્મા પણ દેવાસ જિલ્લાનાં ડોઢથી બે લાખ નકલી મતદાતાઓ હોવાની ફરિયાદ કરી ચુક્યા છે. જો કે હવે તેમનું નામ બે સ્થળો પર આવી જવાનાં કારણે કોંગ્રેસ પોતે જ પોતાનાં આરોપોમાં ઘેરાઇ રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનકચ્છનાં રિટર્નિંગ ઓફીસર (RO) સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ (SDM) નીતા રાઠોડે જણાવ્યું કે, તંત્રની તપાસમાં સજ્જનસિંહ વર્માનું નામ મતદાન યાદીમાં બે જગ્યા પરથી મળી આવ્યું છે. ઇંદોરના વિધાનસભા વિસ્તાર ક્રમાંક ચાર અને દેવાસ જિલ્લાની સોનકચ્છ વિધાનસક્ષા ક્ષેત્રમાં. આ કારણે વર્માને 23 ઓગષ્ટે અનુવિભાગીય અને રજિસ્ટ્રેશન અધિકારી સોનકચ્છ, જિલ્લા દેવાસ દ્વારા નોટિસ ઇશ્યું કરવામાં આવી છે તથા તેમને 29 ઓગષ્ટે સવારે 11 વાગ્યે તાલુકા ઓફીસ સોનકચ્છમાં દસ્તાવેજો સાથે હાજર રહેવા માટેના આદેશ અપાયા છે. 

નીતા રાઠોડના અનુસાર , વર્મા દ્વારા જવાબ નહી આપવાની સ્થિતીમાં માનવામાં આવશે કે તેમને આ મુદ્દે કંઇ પણ રજુઆત નથી કરવી. એકપક્ષીય કાર્યવાહી કરતા તેમનું નામ સોનકચ્છ વિધાનસક્ષા ક્ષેત્રની સોનકચ્છ  તાલુકાની મતદાતાની યાદીમાંથી હટાવી દેવામાં આવશે.

નીતાએ જણાવ્યું કે, તે ઉપરાંત સોનકચ્છ વિધાનસભા ક્ષેત્રનાં 149 અન્ય લોકોને પણ બે મતદાતા યાદીમાં નામ હોવા અંગે નોટિસ ઇશ્યું કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, તંત્રની તપાસમાં તે પણ સામે આવ્યું છે કે સોનકચ્છનું જે સરમાનું વર્માએ આપ્યું છે, તેઓ ત્યાં નથી રહેતા. મુળ રીતે ઇન્દોર નિવાસી વર્મા દેવાસ- શાજાપુરના સાંસદ અને સોનકચ્છનાં ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. 

આશરે એક મહિના પહેાલ વર્માએ જ દેવાસ કલેક્ટર ડૉ. શ્રીકાંત પાંડેયને સોનકચ્છ વિધાનસભામાં 25 હજાર નકલી મતદાતાઓ હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદની તપાસ માટે કલેક્ટરે સોનકચ્છ એસડીએમને આદેશ આપ્યો હતો. એશડીએમ દ્વારા સોનકચ્છ વિધાનસભા ક્ષેત્રમાં મતદાતાઓની તપાસ માટે 288 બુથ લેવલ અધિકારી(બીએલઓ)ને ડ્યૂટી પર લગાવવામાં આવ્યા. તપાસ બાદ એસડીએમે સોનકચ્છના 150 લોકોને તેમનાં નામ બે સ્થળે હોવા અંગે નોટિસ ઇશ્યું કરી છે. તેમાંથી એકનું નામ સજ્જનસિંહ વર્મા પણ છે.