લોકસભા 2019: MPમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર, કમલનાથના પુત્રને મળી ટિકિટ
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે ગુરૂવારે મધ્યપ્રદેશમાં પોતાની બીજી યાદી જાહેર કરી, યાદીમાં 12 ઉમેદવારોનાં નામ છે
ભોપાલ : લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે ગુરૂવારે મધ્યપ્રદેશમાં પોતાની બીજી યાદી બહાર પાડી દીધી હતી. યાદીમાં 12 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ યાદીમાં છિંદવાડાથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથને ટીકિટ ફાળવવામાં આવી છે. તે લગભગ નિશ્ચિત જ માનવામાં આવતું હતું કે કમલનાથના મુખ્યમંત્રી બની ગયા બાદ નકુલ આ સીટથી તેમની જવાબદારી સંભાળશે. કમલનાથે પણ તેના સંકેત આપ્યા હતા.
આ ઉમેદવાર પર જેવી તેવી નહી વર્લ્ડ બેંકનું 4 લાખ કરોડનું દેવું !
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ યાદી અનુસાર સાગરથી પ્રભુ સિંહ ઠાકુર, દમોહથી પ્રતાપ સિંહ લોધી, સતનાથી રાજા રામ ત્રિપાઠી, રીવાથી સિદ્ધાર્થ તિવારી, સીધીથી અજય સિંહ, જબલપુરથી વિવેક તન્ખા, મંડલાથી કમલ મરાવી, છિંદવાડાથી નકુલનાથ, દેવાસથી પ્રહલાદ ટિપાનિયા, ઉજ્જૈનથી બાબુલાલ માલવીય, ખરગોનથી ડો. ગોવિંદ મુજાલ્દા અને ખંડવાથી પૂર્વ મંત્રી અરૂણ યાદવને ઉમેદવાર બનાવવામાં આવ્ય છે. કોગ્રેસને અગાઉ 9 ઉમેદવારોની યાદી ઇશ્યું કરવામાં આવી ચુકી છે. આ પ્રકારે રાજ્યની 29 સંસદીય સીટોમાંથી કોંગ્રેસે અત્યાર સુધી 21 સીટો માટે પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરી ચુકી છે.
છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને BSF વચ્ચે સંઘર્ષ, 4 જવાન શહીદ
8 સીટોના ઉમેદવાર હજી પણ જાહેર નથી થયા.
પાર્ટીએ હાલ આઠ સીટો ઇંદોર, ધારા, વિદિશા, રાજગઢ, ગુના - શિવપુરી, મુરૈના, ભિંડ, ગ્વાલિયર, સીટ પર ઉમેદવારોની જાહેરાત કરી નથી. ઇંદોર, વિદિશા ભાજપની પરંપરાગત સીટ છે. આ બંન્ને સીટ પર ભાજપ 1989થી જીતે છે. ઇંદોર અને વિદિશામાં ભાજપે પોતાના કોઇ જ ઉમેદવાર જાહેર નથી કર્યા ગુના-શિવપુરીથી જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની યશોધરા રાજે ચૂંટણી લડશે તેવી ચર્ચા છે. બીજી તરફ મુરેનાથી ભાજપના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ચૂંટણી લડી રહ્યા છે. ગત્ત વખતે તેમણે ગ્વાલિયરથી ચૂંટણી લડી હતી પરંતુ આ વખતે તેમણે સીટ બદલી છે.