નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્ય વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે પાર્ટીના વડામથક ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને હરિયાણાની રાજ્યની જનતાને અભિનંદન. ભાજપને જે રીતે બંને રાજ્યમાં પ્રજાએ મોટી સંખ્યામાં મત આપ્યો છે તેના માટે તેનો ખુબ ખુબ આભાર. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ 'ભારત માતા કી જય'ના નારા સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ અને મનોહર લાલ ખટ્ટર બંનેનો મુખ્યમંત્રી તરીકેનો પ્રથમ કાર્યકાળ હતો અને આ પરિણામથી સ્પષ્ટ થાય છે કે, પ્રજાએ તેમને સમર્થન આપ્યું છે. 


Assembly Election Results 2019 : મહારાષ્ટ્ર+હરિયાણા બંને રાજ્યમાં BJP બનાવશે સરકારઃ અમિત શાહ


પાંચ વર્ષના કાર્યકાળ બાદ ફરીથી ચૂંટણી જીતવી ઘણી જ મોટી વાત છે. બંને રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓએ ઘણી મહેનત કરી છે. હરિયાણામાં અગાઉ ભાજપને બીજા પક્ષોની શરતો પર ચૂંટણી લડવી પડતી હતી. 


બંને રાજ્યના મુખ્યમંત્રીએ દાગ વગરની સરકાર બનાવી છે. પ્રજાએ અમારી સરકારમાં વિશ્વાસ મુક્યો છે. 50 વર્ષ પછી મહારાષ્ટ્રમાં એક ટકાઉ મુખ્યમંત્રી મળ્યો છે. મહારાષ્ટ્રમાં 5 વર્ષ સુધી ભાજપે સ્થિર સરકાર આપી છે. ત્યાગ, તપસ્યામાં કોઈ પણ જાતની કમી નહીં રાખીએ. રાજ્યોમાં 5 વર્ષ પછી સત્તા બદલવાનું ચલણ રહ્યું છે, પરંતુ અમે આ ટ્રેન્ડ બદલ્યો છે.  


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....