જામિયામાં ગોળીબારઃ આમ આદમી પાર્ટી, કોંગ્રેસના નિશાન પર આવ્યા ભાજપ અને અમિત શાહ
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું, `ગૃહપ્રધાન દિલ્હીનો માહોલ ખરાબ કરવા ઈચ્છે છે. ભાજપ હારના ડરથી દિલ્હીની ચૂંટણી સ્થગિત કરાવવા ઈચ્છે છે.
નવી દિલ્હીઃ જામિયા નગરમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબારી બાદ હવે રાજનીતિમાં ગરમી આવી ગઈ છે. આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (BJP) પર લોકોને ભડકાવવાના આરોપ લગાવ્યા છે. બંન્ને પાર્ટીઓએ ગૃહપ્રધાન અમિત શાહ પર સવાલ ઉઠાવ્યા છે. દિલ્હીની એક ચૂંટણી સભામાં દેશના ગદ્દારોને, ગોળી મારો....ના નારા લગાવનાર અનુરાગ ઠાકુર પણ નિશાના પર આવી ગયા છે.
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું, 'ગૃહપ્રધાન દિલ્હીનો માહોલ ખરાબ કરવા ઈચ્છે છે. ભાજપ હારના ડરથી દિલ્હીની ચૂંટણી સ્થગિત કરાવવા ઈચ્છે છે તેથી તેના નેતા વિવાદિત ભાષણ આપીને દિલ્હીનો માહોલ સતત ખરાબ કરી રહ્યાં છે, આજે જામિયાનો હુમલો પણ તેનો ભાગ છે.'
કોંગ્રેસે સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર એક યુવક દ્વારા ગોળી ચલાવવાની ઘટનાને લઈને ગુરૂવારે નરેન્દ્ર મોદી સરકાર સવાલ ઉભો કરતા દાવો કર્યો કે, આ ઘટના તે વાતનું પ્રમાણ છે કે દેશની સત્તા પર નફરત છે. પાર્ટી પ્રવક્તા મનીષ તિવારીએ તે આરોપ પણ લગાવ્યો કે, અર્થવ્યવસ્થાના મોરચા પર નિષ્ફળ રહ્યાં બાદ હવે સરકાર દેશને વિભાજીત કરવાની રાજનીતિ કરી રહી છે.
જામિયા ફારયિંગ પર બોલ્યા અમિત શાહ- આવી ઘટના સહન નહીં થાય, થશે કઠોર કાર્યવાહી
તિવારીએ કહ્યું, 'જામિયામાં જે થયું તે નફરતના માહોલનું ઉદાહરણ છે. દિવસે અને હજારો લોકોની સામે ગોળીબારી તે દર્શાવે છે કે માહોલ ઝેરીલો થઈ ગયો છે. જે નફરતે મહાત્મા ગાંધીનો જીવ લીધો, આજે તે નફરત ભારતની સત્તા પર છે. રાષ્ટ્રીય રાજધાનીમાં જે ઘટનાક્રમ થયો, તે આ વાતને સાબિત કરે છે. સુયોજિત
રીતે તે માહોલ બનાવવામાં આવી રહ્યો છે જેની વિરુદ્ધ લડતા-લડતા મહાત્મા ગાંધીએ જીવ આપ્યો હતો.'
તેમણે સવાલ કર્યો, 'શું આ દેશના ધ્રુવીકરણનો પ્રયાસ છે? કારણ કે સરકારને સમજાતું નથી કે અર્થવ્યવસ્થાનું શું થશે? કે પછી દિલ્હીની ચૂંટણી માટે છે?' ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીના જામિયા મિલ્લિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયમાં ગુરૂવારે સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા એક સમૂહ પર એક વ્યક્તિએ ગોળી ચલાવી દીધી હતી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube