નવી દિલ્હીઃ બિહાર, ઉત્તરપ્રદેશ બાદ ફરી એકવાર INDIA ગઠબંધનને મજબૂતાઈની હવા મળી છે કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 4 રાજ્યમાં એકસાથે ચૂંટણી મેદાને ઉતરવાની જાહેરાત કરી છે. તો, કઈ રીતે બંને પક્ષમાં થઈ ગઈ સમજૂતી.. જોઈએ આ અહેવાલમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ-AAPમાં ડીલ ફાઈનલ        
આખરે I.N.D.I.A ગઠબંધન પરથી સંકટના વાદળો હટી રહ્યા છે.. ઉત્તરપ્રદેશમાં સપા બાદ હવે કોંગ્રેસને આપનો સાથ મળી ગયો છે.. ગુજરાત સહિત 4 રાજ્યમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠક ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ છે.. હવે દિલ્લી, હરિયાણા, ગુજરાત, ગોવામાં બંને પક્ષ સાથે મળીને જંગના મેદાને ઉતરશે... જોકે પંજાબમાં બંને પાર્ટીએ પોતાનો રસ્તો અલગ બનાવી લીધો છે.. પરંતુ તાજેતરમાં જે ચંડીગઢમાં મેયરને લઈને ભારે વિવાદ થયો ત્યાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારવા પર સહમતી બની છે.


હવે બેઠકની વહેંચણી પર નજર કરીએ તો, દિલ્લીમાં આમઆદમી પાર્ટી 4 બેઠક, કોંગ્રેસ 3 બેઠકો પર પોતાના લડવૈયા ઉતારશે.. જ્યારે કે હરિયાણામાં 10 લોકસભા બેઠકો છે.. જેમા 9 કોંગ્રેસના ભાગે જ્યારે કે કુરુક્ષેત્રની 1 બેઠક આપના ભાગે આવી છે. ગોવા પર નજર કરીએ તો અહીં આપ દ્વારા પહેલા જ ઉમેદવાર અંગે જાહેરાત કરી દેવાઈ હતી.. પરંતુ વાટાઘાટોના અંતે ગોવાની બંને બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ આપવાનું નક્કી થયું છે.


આ પણ વાંચોઃ PM MODIને કોને કહ્યું PM,CM તરીકે બહુ કામ કર્યું હવે આરામ કરો, જાણો મોદીનો જવાબ
    
aap-કોંગ્રેસમાં ડીલ ફાઈનલ થઈ ગઈ છે પરંતુ પંજાબમાં પાસા યોગ્ય ગોઠવાતા નથી. બીજી તરફ ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પૈકી 24 પર કોંગ્રેસના જાંબાજોને ચૂંટણી મેદાને ઉતારવા પર મન બની ગયું છે. જે મુજબ ભરૂચ અને ભાવનગરના ચૂંટણી રણમાં આપ પોતાના ઉમેદવારો ઉતારશે. 


આ તરફ ભાજપે કોંગ્રેસ અને આપની જોડી સામે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ કહ્યું કે, આ ગઠબંધન સ્પષ્ટ કરે છે કે, દેશમાં પીએમ મોદી તરફી હવા છે અને લોકો મોદીને જ મત આપશે. આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ બંને હવે ભાજપને ટક્કર આપવા એક થયા છે. જોકે આપ-કોંગ્રેસની જોડી મોદી મેજીક સામે ચૂંટણીમાં કેવો પરચો દેખાડે છે તે જોવું રહ્યું..