નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાના પ્રસ્તાવને કોંગ્રેસના નેતાએ ફગાવી દેતા કહ્યું કે ભારતને મધ્યસ્થતાની જરૂર નથી. અમને પાકિસ્તાન સાથે વાત કરવામાં કોઈ મુશ્કેલી નથી પરંતુ જો તેઓ એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં બોમ્બ રાખતા હોય તો અમે તેમની સાથે વાત કરી શકીએ નહીં. તેમણે આતંકના અડ્ડાઓ બંધ કરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે આ મામલે કોંગ્રેસ અને ભાજપનું એક જ સ્ટેન્ડ છે. અમે લમણે બંદૂક રાખીને વાતચીત કરી શકીએ નહીં. આ ભારતની સ્થિતિ છે. કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષની જરૂરિયાત નથી. અમે તેમની સાથે વાત કરતા નથી કારણ કે તેઓ આતંકવાદીઓને શરણ આપે છે અને અમે તે સ્વીકારી શકીએ નહીં. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાધર ઓફ ઈન્ડિયા કહેવા પર તેમણે  કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને  કદચ ખબર નથી કે સ્વતંત્ર ભારતનો જન્મ 1947માં થયો હતો અને મોદીજીની જન્મતિથિ 1949 કે 50 છે. આવામાં મુશ્કેલ છે કે પિતા બાળકના જન્મ બાદ પેદા થયા હોય. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...