નવી દિલ્હી : કોંગ્રેસે વડાપ્રધાન મોદી દ્વારા સવારે લાલ કિલ્લા પરથી કોંગ્રેસ પર લગાવાયેલા આરોપોને સંપુર્ણ ખોટા ઠેરવ્યા છે. પાર્ટીના સાંસદ અને પ્રવક્તા ડોક્ટર અભિષેક મનુ સિંધવીએ આજે ઓલ ઇન્ડિયા કમિટીનાં હેડક્વાર્ટરમાં એક કોન્ફરન્સ યોજીને કહ્યું કે, ભાજપ આઝાદીનાં આંદોલનનો વારસાને હડપવા માંગે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે મોદી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાન ઉચ્ચ સંવૈધાનિક પદ પર આવીને 24 કલાક રાજનીતિની વાત કરે છે અને આરોપ લગાવે છે. સું લાલ કિલ્લાથી વડાપ્રધાનને આ પ્રકારની નિવેદનબાજી શોભતી નથી ? બોઝ અને પટેલને રાજનીતિમાં આવવું શું યોગ્ય છે ? 

કોંગ્રેસે મોદીને ઘેરતા કહ્યું કે, જે પ્રકારે પાણી વગર માછલી તડપે છે તેવી જ રીતે વારસા વિહીન ભાજપ વારસાને હડપવા માટે તડપી રહ્યું છે. ભાજપ જાળ વગરની માછલીની જેમ તડપીને વારંવાર આઝાદીનાં આંદોલનનો વારસો હડપવા માટેનાં પ્રયાસો કરતી રહી છે. 

કોંગ્રેસ પ્રવક્તા અનુસાર ભાજપ- સંઘની વિચારધારા અને નેતાજીની વિચારધારા ઘણી અલગ હતી. નેતાજી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા. આઝાદી બાદ પહેલા ભાષણમાં નેહરૂજીએ નેતાજીને યાદ કર્યા. નેહરૂએ આઝાદ હિંદ ફૌજનાં સબ્યો માટે કોર્ટમાં કાયદેસરની લડાઇ લડી ન કોઇ આરએસએસનાં સભ્યોએ. 

સિંધવીએ કોન્ફરન્સમાં તેમ પણ કહ્યું કે, નેતાજીએ NPC નેશનલ પ્લાનિંગ કમિટી બનાવી હતી, જેને ત્યાર બાદ નેશનલ પ્લાનિંગ કમીશન બનાવવામાં આવ્યું. મોદી સરકારે તેને ધ્વસ્ત કરીને નીતિ પંચની રચના કરી અને હવે આડંબર કરી રહ્યા છે. 
સિંધવીએ આગળ કહ્યું કે, કોંગ્રેસ સરકારોએ નેતાજીના વારસાને મેળવ્યું. નેતાજીએ સાંપ્રદાયીક સંગઠનો જેવા હિન્દૂ મહાસભા અને મુસ્લિમ લીગની વિરુદ્ધ લેખ લખ્યા હતા. જ્યારે નેતાજી આંદોલન કરી રહ્યા હતા, ત્યારે સાવરકર અભિયાન ચલાવી રહ્યા હતા કે બ્રિટિશ સેનામાં ભર્તી થવી જોઇએ. બીજી તરફ બ્રિટિશ સેના જે INA સાથે લડી રહી હતી. 

સિંધવીએ મોદીનાં આરોપોનું ખંડન કર્યું અને બોલ્યા કે ગાંધીજીને નેતાજીએ જ રાષ્ટ્રપિતા કહ્યા હતા. જ્યારે હવે પ્રયાસ એવા થઇ રહ્યા છે કે ઇતિહાસમાં ગાંધી-બોઝમાં અથવા નેહરૂ - બોઝમાં વૈમનસ્ય હોવાની વાત લખવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, વડાપ્રધાનને ઇતિહાસનું જ્ઞાન નથી. આ શુભ અવસર અંગે રાજનીતિમાંથી ઉંચા નથી આવ્યા પરંતુ ઉલ્ટો ઇતિહાસ ભણાવે છે. 

નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા રચાયેલી આઝાદ હિંદ ફોજ સરકારની રચનાને 75 વર્ષ પુર્ણ થવા પ્રસંગે વડાપ્રધાને નેતાજીનાં બહાને પૂર્વની કોંગ્રેસ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે આ દેશમાં એક પરિવારને મોટો સાબિત કરવા માટે ભારત માંના ઘણા સપુતોને ભુલાવી દેવાયા હતા. 

વડાપ્રધાન મોદીએ નેતાજીનાં યોગદાનને યાદ કરતા કહ્યું કે, આ ખુબ જ દુખદ છે કે એક પરિવારને મોટો કરવા દેશનાં અનેક સપુતોને અન્યાય થયો પછી તે સરદાર પટેલ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, કે પછી નેતાજી હોય રાષ્ટ્ર નિર્માણમાં તેમનાં યોગદાનને ભુલાવી દેવાયો. 

વડાપ્રધાને કહ્યું કે આ તેમના માટે સૌભાગ્યની વાત છે કે દેશ માટે સુભાષ બાબૂએ જે કર્યુ, તેને દેશ સામે મુકવાનું, તેનાં જણાવેલા પગલાઓ પર ચાલવાની તક તેમને મળી રહ્યું છે, આ તેમના માટે સૌભાગ્યની વાત છે. વડાપ્રધાને કહ્યું જો દેશને સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલ જેવી વ્યક્તિનું નેતૃત્વ મળ્યું હોત તો દેશની પરિસ્થિતીઓ આજે અલગ જ હોત.એક પરિવારનાં કારણે ભારતની પરંપરા, ભારતીય સંસ્કૃતિનું આપણા પાઠ્ય પુસ્તકોને નજરઅંદાજ કરવામાં આવ્યું છે.