નવી દિલ્હી: પીઓકેમાં 636 દિવસો પહેલા ભારતીય સેનાએ શૌર્ય દાખવીને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો જેનો વીડિયો સામે આવતા જ કોંગ્રેસે ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કરવા માંડ્યા છે. કોંગ્રેસે સરકાર પર સેનાના નામે મત ભેગા કરવાનો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસે સૈનિકોની શહાદત પર રાજકારણ ન રમવાની સલાહ પણ આપી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરજેવાલાએ કહ્યું કે સરકાર ફાયદો ઉઠાવી રહી છે
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર જય જવાન જય કિસાનના નારાનો ફાયદો ઉઠાવી રહી છે અને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા મતો મેળવવાની કોશિશમાં છે. દેશની જનતા જાણવા માંગે છે કે શું અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહે આર્મી ઓપરેશનની સફળતાનો ફાયદો ઉઠાવ્યો હતો.


VIDEO આ નેતાઓએ સેનાના શૌર્ય સામે ઉઠાવ્યાં હતાં સવાલો, હવે મળ્યો જડબાતોડ જવાબ


21 મહિના પહેલા કરાઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક
અત્રે જણાવવાનું કે લગભગ 21 મહિના પહેલા પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરાઈને આતંકીઓનો ખાત્મો કરાયો હતો અને હવે તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ભારતીય કમાન્ડો પાકિસ્તાની આતંકીઓ અને તેમના કેમ્પોને તબાહ કરી રહ્યાં છે. આ સર્જિકલ સ્ટ્રાઈક 29-29 સપ્ટેમ્બર 2016ની અમાસની રાતે અંજામ અપાઈ હતી. ખાસ વાત એ હતી કે તેમાં કોઈ પણ ભારતીય જવાન ઘાયલ થયો નહતો કે શહીદ નહતો થયો. ઓપરેશન બાદ કમાન્ડો પાછા આવી જતા સેનાએ પાકિસ્તાની સેનાને આ અંગે જણાવ્યું હતું.


સર્જિકલ સ્ટ્રાઇકનો સંપૂર્ણ કહાની, ZEE 24 કલાક પર જુઓ Exclusive VIDEO


150 કમાન્ડોએ ભાગ લીધો હતો
સેનાના અધિકારી ડીજીએમઓ લે.જનરલ રણવીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો કે ભારતીય સેનાએ આતંકીઓ વિરુદ્ધ સફળ સર્જિકલ ઓપરેશનને અંજામ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે સૈનિકોએ આ ઓપરેશનને અંજામ આપ્યો. લગભગ 150 કમાન્ડોએ ભાગ લીધો હતો. અત્યાધુનિક હથિયારો, અને તમામ સામાનથી લેસ જવાનોએ પીઓકેમાં પ્રવેશ કરીને આતંકીઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં રોકેટ લોન્ચર, મશીનગન સહિત અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ થયો હતો.