ભાજપ જ્યાં પણ જાય છે તોડવાનું કામ કરે છે : રાહુલ ગાંધી
દેશમાં સતત વધી રહેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે રામલીલા મેદાનમાં સરકારની વિરુદ્ધ ધરણા પર બેઠા હતા. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિપક્ષ અહીં એક સાથે બેઠો છે. આપણે બધા મળીને ભાજપને હટાવવા માટેનું કામ કરીશું. ભાજપ જ્યાં જાય છે ત્યાં માત્ર તોડવાનું કામ કરે છે.
નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે રામલીલા મેદાનમાં સરકારની વિરુદ્ધ ધરણા પર બેઠા હતા. તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિપક્ષ અહીં એક સાથે બેઠો છે. આપણે બધા મળીને ભાજપને હટાવવા માટેનું કામ કરીશું. ભાજપ જ્યાં જાય છે ત્યાં માત્ર તોડવાનું કામ કરે છે.
સમગ્ર વિપક્ષ એક સાથે છે : રાહુલ
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, મોદી સરકારે યુવાનોને રોજગાર નહી આપ્યું. સમગ્ર દેશમાં શૌચાલય બનાવ્યા પરંતુ ત્યાં પાણીની વ્યવસ્થા નથી. ગત્ત 70 વર્ષમાં રૂપિયો આટલો ક્યારે પણ ઘટ્યો નથી તે માત્ર મોદી રાજમાં ઘટ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ અંગે પણ મોદી સરકાર કાંઇ નથી બોલી રહ્યા. મોદીજી ઘટી રહેલા રૂપિયા મુદ્દે પણ કંઇ નથી બોલ્યા. વડાપ્રધાન બનતા પહેલા મોદીજી પેટ્રોલની કિંમતો મુદ્દે ઘણા લાંબા લાંબા ભાષણો આપતા હતા પરંતુ હવે પોતે વડાપ્રધાન બન્યા બાદ એક શબ્દ પણ બોલતા નથી.
કોંગ્રેસ પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. તેમની સાથે પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર હતા. ધરણા દરમિયાન પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે પણ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મોદી સરકારે ઘણા એવા પગલા ઉઠાવ્યા છે જે દેશના અહિતમાં છે. મોદી સરકારને બદલવાનો સમય જલ્દી આવશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની કૈલાસ માનસરોવર યાત્રાથી પરત ફરીને સોમવારે સવારે રાજઘાટ પહોંચ્યા હતા. ત્યાં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર માનસરોવરનું જળ ચડાવ્યું હતું. ત્યાર બાદ તેઓરાજઘાટથી પગપાલા જ રામલીલા મેદાન સુધી પહોંચ્યા હતા.