જયપુર : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનાં બસપા સાથે ગઠબંધન સમાચારોએ પ્રદેશનાં દલિત કોંગ્રેસી નેતાઓમાં ખલબલી મચાવી દીધી છે. આ જ કારણ છે કે અશોક ગહલોતનાં જયપુર પ્રવાસનાં 3 દિવસની મુલાકાત દરમિયાન પ્રદેશનાં તમામ લગગ કોંગ્રેસ દલિત નેતાઓ સાથે મુલાકાત કરીને તેમની સામે પોતાની પીડા વ્યક્ત કરી હતી. અશોક ગહલોત સમક્ષ દલિત નેતાઓએ સવાલ પેદા કર્યા કે જો બસપાને રાજસ્થાનમાં દલિત બહુમતીવાળી સીટો પર ટીકિટ આપવામાં આવે છે તો કોંગ્રેસનાં પોતાનાં દલિત નેતાઓનું શું થશે જે છેલ્લા સાડા ચાર વર્ષથી પાર્ટી માટે મહેનત કરી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ભાજપ વિરોધી જે મહાગઠબંધન તૈયાર થઇ રહ્યું છે અને તેમાં બહુજન સમાજ પાર્ટી એક મહત્વનો હિસ્સો છે અને કોંગ્રેસ બસપાની સાથે રાજસ્થાનમાં પણ ગઠબંધન કરવા જઇ રહ્યું છે તેવી ચર્ચાઓ છે. જો કે હજી સુદી અધિકારીક રીતે કંઇ પણ સામે આવ્યું નથી પરંતુ આ ચર્ચાઓ માત્રથી જ રાજસ્થાનનાં દલિત નેતાઓમાં હડકંપ મચી ગયો છે. અશોક ગહલોત ત્રણ દિવસ રાજસ્થાનની મુલાકાતે છે. આ દરમિયાન પ્રદેશનાં મોટા દલિત નેતાઓ સાથે તેમની મુલાકાત કરીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી. જો કે અશોક ગહલોતે  તેમને આશ્વાસન આફ્યું કે દલિત નેતાઓની ટીકીટોનો ખ્યાલ રાખવામાં આવશે. પરંતુ રાજસ્થાનનાં દલિત નેતાઓ આ આશ્વાસનથી સંતુષ્ટ નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 59 સીટો એસસી-એસટી વર્ગ માટે અનામત્ત છે. જ્યારે 20 સીટો એવી છે જ્યાં દલિત વોટબેંકનાં આધારે સમીકરણ બદલાય છે. જો કે કોંગ્રેસનાં નેતાઓ એમ માની રહ્યા છે કે હાલ કોઇ એવી ફોર્મ્યુલા નથી બની માટે આ અંગે કોઇ પણ ટીપ્પણી કરવી ઉતાવળ કહેવાશે.