નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી છે. તેમણે 24 જૂને પાર્ટીના મહાસચિવો, રાજ્યના પ્રભારીઓ અને પ્રદેશ અધ્યક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. પરંતુ તે સ્પષ્ટ નથી કે આ બેઠકમાં ક્યા મુદ્દાને લઈને વાત થશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં બાલની રાજકીય સ્થિતિને લઈને કેટલાક પ્રસ્તાવ પાસ કરવામાં આવી શકે છે. આ સિવાય કોંગ્રેસમાં જારી આંતરિક વિવાદને લઈને પણ વાત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે કોંગ્રેસની આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે કોઈ વરિષ્ઠ નેતાઓએ બળવાનું રૂપ અપનાવ્યું છે. આ સિવાય રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આંતરીક વિવાદ ચાલી રહ્યો છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ એકબીજાની વિરુદ્ધ આવી ગયા છે. આ સિવાય રાજસ્થાનની વાત કરીએ તો સચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ મોર્ચો ખોલી રાખ્યો છે, તો બીએસપીથી આવેલા 6 ધારાસભ્યો અને 13 અપક્ષ ધારાસભ્યો પણ સત્તામાં ભાગીદારી માંગી રહ્યાં છે. તેના કારણે લીડરશિપ પણ મુશ્કેલીમાં છે અને હાલમાં કોઈ હલ દેખાતો જોવા મળી રહ્યો નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube