કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રસ્તાવ- ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળો પર ન જાય મોટા નેતા
Congress Chintan Shivir: આ પ્રસ્તાવમાં તે વાત પર પણ ભાર આપવામાં આવ્યો કે કોંગ્રેસે ભાજપની સામે એક મજબૂત ધર્મનિરપેક્ષ સ્ટેન્ડ લેવું જોઈએ.
ઉદયપુરઃ કોંગ્રેસ પાર્ટીની રાજસ્થાનના ઉદયપુરમાં ત્રણ દિવસીય ચિંતન શિબિર ચાલી રહી છે. આ ચિંતન શિબિરમાં સોનિયા ગાંધી સહિત અનેક મોટા નેતા ભાગ લઈ રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા પાર્ટીને મજબૂત કરવા અને લોકસભા 2024ની ચૂંટણીને લઈને રણનીતિ બનાવવામાં આવી રહી છે. આ ચિંતન શિબિરમાં માંગ કરવામાં આવી છે કે ચૂંટણીના સમયે પાર્ટીના મોટા નેતા મંદિર, મસ્જિદ, ચર્ચ કે બીજા કોઈ ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરે નહીં. ચિંતન શિબિરમાં કેટલાક નેતાઓએ પ્રસ્તાવ રાખ્યો કે આમ કરવાથી કોંગ્રેસના મતદાતા ભ્રમિત થાય છે અને તેનાથી યોગ્ય સંદેશ જતો નથી.
ઉદયપુરમાં કોંગ્રેસનું મંથન
પાર્ટીને મજબૂત કરવાના ઈરાદાથી કોંગ્રેસ પાર્ટી મંથન કરી રહી છે. કોંગ્રેસની શિબિરમાં તે વાત પર ભાર આપવામાં આવ્યો કે કોંગ્રેસે ભાજપની સામે એક મજબૂત ધર્મનિરપેક્ષ સ્ટેન્ડ લેવુ જોઈએ. મહત્વનું છે કે ભાજપના ધાર્મિક વલણને જોતા છેલ્લા કેટલાક વર્ષોમાં ચૂંટણી દરમિયાન પ્રિયંકા, રાહુલ ગાંધી સહિત પાર્ટીના નેતા ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા જોવા મળ્યા છે. તેમ કહેવામાં આવે છે કે આ કોંગ્રેસની રણનીતિનો ભાગ હતો. પરંતુ ચૂંટણી પરિણામમાં પાર્ટીને તેમાં કોઈ ફાયદો થયો નહીં.
આ પણ વાંચોઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબે રાજીનામુ આપ્યુ, આજે સાંજે ધારાસભ્ય દળની બેઠક યોજાશે
અધ્યક્ષ સોનિયા ગાંધીએ લીધી હતી બેઠક
આ પહેલાં ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન સિબિરમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહાસચિવો, પ્રદેશ પ્રભારીઓ, પ્રદેશના અધ્યક્ષો અને ધારાસભ્ય દળના નેતાઓ સાથે એક બેઠક યોજી હતી. સૂત્રોએ જણાવ્યા અનુસાર આ બેઠકમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી તો સંગઠનને મજબૂત બનાવવા પર મંથન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત અન્ય વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા.
પ્રથમ દિવસે સોનિયા ગાંધીએ આપ્યો હતો સંદેશ
શુક્રવારે ચિંતન શિબિરના પ્રથમ દિવસે અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં ધળમૂળથી પરિવર્તનની વાત કરતા કહ્યુ હતુ કે અસાધારણ પરિસ્થિતિઓનો મુકાબલો અસાધારણ રીતે કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube