નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ ગુરૂવારે દાવો કર્યો કે યુપીએના કાર્યકાળ દરમિયાન ભારતીય સેનાએ '6 સર્જિકલ સ્ટ્રાઈક' કરી હતી. એક પત્રકાર પરિષદમાં રાજીવ શક્લાએ ક્યારે-ક્યારે અને ક્યાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી તેની માહિતી આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન યુપીએના કાર્યકાળ દરમિયાન 6 સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને બે સર્જિકલ સ્ટ્રાઈક અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્લાએ પત્રકારો સમક્ષ માહિતી આપતા કહ્યું કે, "કોંગ્રેસે ક્યારેય આ સર્જિકલ સ્ટ્રાઈકનો શ્રેય લીધો નથી. એક વ્યક્તિ કે જેણે એક જ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે એ તેનો ઢંઢેરો પીટી રહી છે. ડો. મનમોહન સિંહ કે અટલ બિહારી વાજપેયી એક પણ વડાપ્રધાને ક્યારેય પત્રકાર પરિષદ કરીને તેમણે કરેલી આ સર્જિકલ સ્ટ્રાઈકનો શ્રેય લીધો નથી." ઉલ્લેખનીય છે કે, વાજપેયી 1999થી 2004 દરમિયાન વડાપ્રધાન હતા, જ્યારે મનમોહન સિંઘ 2004થી 2014 સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા. 


કોંગ્રેસ દ્વારા કરાયેલી 6 સર્જિકલ સ્ટ્રાઈકની વિગતો
1. 19 જુન, 2008, ભટ્ટલ સેક્ટર, પૂંછ, જમ્મુ-કાશ્મિર.
2. 30 ઓગસ્ટ-1 સપ્ટેમ્બર, શારદા સેક્ટર, નીલમ નદીનો ખીણ વિસ્તાર, કેલ.
3. 6 જાન્યુઆરી, 2013, સાવન પાત્રા ચેકપોસ્ટ.
4. 27-28 જુલાઈ, 2013, નાઝાપીર સેક્ટર
5. 6 ઓગસ્ટ, 2013, નીલમ નદીનો ખીણ વિસ્તાર
6. 14 જાન્યુઆરી, 2014


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


રાજીવ શુક્લાએ આ સાથે જ વાજપેયીના કાર્યકાળમાં કરાયેલી સર્જિકટલ સ્ટ્રાઈકની વિગતો પણ જાહેર કરાઈ હતી. 
1. 21 જાન્યુઆરી, 2000, નિલમ નદીની આસપાસમાં નાલંદા એન્ક્લેવ 
2. 28 સપ્ટેમ્બર, 2003, બોરોહ સેક્ટર, પુંછ 


ઉલ્લેખનીય છે કે, 26 ફેબ્રુઆરીના રોજ જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણા પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પછી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....