કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો કર્યો રજુ, ગવર્નરને લખ્યો પત્ર
દિલ્હીમાં એક તરફ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાઇ રહી છે જેમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારનો નિર્ણય થશે. બીજી તરફ ગોવામાં કોંગ્રેસે તેની સત્તાને પડકારી રહી છે. કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજુ કરતા રાજ્યનાં રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખ્યો છે. કોંગ્રેસે ભાજપનાં નેતૃત્વવાળી ગઠબંધન સરકારને બર્ખાસ્ત કરવાની માંગ કરતા કહ્યું કે, તેમની પાસે બહુમતી નથી.
પણજી : દિલ્હીમાં એક તરફ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાઇ રહી છે જેમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારનો નિર્ણય થશે. બીજી તરફ ગોવામાં કોંગ્રેસે તેની સત્તાને પડકારી રહી છે. કોંગ્રેસે ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજુ કરતા રાજ્યનાં રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખ્યો છે. કોંગ્રેસે ભાજપનાં નેતૃત્વવાળી ગઠબંધન સરકારને બર્ખાસ્ત કરવાની માંગ કરતા કહ્યું કે, તેમની પાસે બહુમતી નથી.
પાકિસ્તાન હજી પણ સીઝફાયર તોડીને પુંછમાં કરી રહ્યું છે મોર્ટાર મારો
એટલું જ નહી કોંગ્રેસે લખ્યું કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાન લગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તો તે અયોગ્ય કહેવાશે અને તેને પડકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અનેક વખત કહી ચુકી છે કે રાજ્યના મુખ્યમંત્રી મનોહર પર્રિકર ગંભીર રીતે બિમાર છે અને તેમને હટાવીને કોઇ અન્ય વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવામાં આવે અથવા પછી કોંગ્રેસને તક આપવામાં આવવી જોઇએ.
તેલ-સોના માટે વિશ્વનું મોહતાજ નહી રહે ભારત, ઇકોનોમી મજબુત થશે
પર્રિકરનાં નજીકનાં સંબંધીએ કહ્યું કે તેમની તબિયત સ્થિર
બીજી તરફ પર્રિકરના નજીકનાં સહયોગી સિદ્ધાર્થ કુનકોલિયેંકર અને તેમની તબિયત બગડવાનાં સમાચારોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનાં ડોક્ટર તેમની નિયમિત તપાસ કરી રહ્યા છે અને તેમની તબિયત સ્થિર છે. સિદ્ધાર્થે પણજી નજીક પર્રિકરનાં ઘરે પરત ફર્યા બાદ મીડિયાને કહ્યું કે, હાલમાં તેમની પાસે ગોવા મેડિકલ કોલેજનાં ડોક્ટર છે. નિયમિત તપાસ ચાલી રહી છે, તબિયત સ્થિર છે. પર્રિકર ફેબ્રુઆરીમાં અગ્નાશયના કેન્સરથી પીડાતા હોવાનું સામે આવ્યું હતું.