નવી દિલ્લી: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ કેટલાંક વર્ષોથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. જ્યાં એકબાજુ પાર્ટી અનેક રાજ્યોની સત્તામાંથી ગાયબ થઈ રહી છે અને બીજી બાજુ પાર્ટીનો આંતરિક વિખવાદ મુશ્કેલીનું કારણ બન્યો છે. કોઈને કોઈ રાજ્યમાં હંમેશા નારાજગી-મનામણાંનો દોર ચાલે છે. રાજસ્થાનમાં સચિન પાઈલટ-અશોક ગહલોતની વાત હોય કે પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ વર્સિસ કેપ્ટન અમરિંદર સિંહનો મામલો. તેની વચ્ચે આંતરિક ઝઘડામાં અનેક એવા નેતાઓએ પાર્ટીનો સાથ છોડ્યો જે લાંબા સમય સુધી પાર્ટીનો ઝંડો લઈને આગળ વધી રહ્યા હતા. આ યાદી લાંબી છે અને હજુ પણ તેમાં નામ જોડાવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. જો છેલ્લાં 7 વર્ષની વાત કરીએ તો પાર્ટીના અનેક નેતા પારકા થઈ ગયા, જેમાં અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદનું નામ છે. આમ તો રાજકીય વર્તુળોમાં અનેક બીજા દિગ્ગજ કોંગ્રેસ નેતાઓના બીજેપીમાં જવાની ચર્ચાઓ થઈ રહી છે. જોકે તે માત્ર ચર્ચા છે. પરંતુ તે પહેલાં જાણી લઈએ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેટલાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પાર્ટીને અલવિદા કહી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા-કયા નેતાઓએ કોંગ્રેસને કહ્યું બાય-બાય:
હાલમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી Luizinho Falerio એ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેના પછી તેમણે ટીએમસીનો ખેસ ધારણ કરી લીધો. Luizinho Falerio પહેલાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સુષ્મિતા દેવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા કમલાપતિ ત્રિપાઠીના પરપૌત્ર અને ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ લલિતેશ ત્રિપાઠી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી કોંગ્રેસમાંથી અલગ થયા. આ પહેલાં જૂન મહિનામાં પૂર્વ કેન્દ્રીય જિતિન પ્રસાદે કોંગ્રેસને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી. હાલમાં તેમને યૂપી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.

Heavey Rain: હવામાન વિભાગે વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે કૃપા


અત્યાર સુધી કયા દિગ્ગજ થયા અલગ:
1. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના યુવા અને કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ માર્ચ 2021માં પાર્ટી છોડી દીધી અને ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો. હાલમાં તે મોદી સરકારમાં ઉડ્યન મંત્રીનો ચાર્જ સંભાળી રહ્યા છે.


2. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને તરુણ ગોગોઈના નજીકના હિમંત બિસ્વા સરમાએ 2015માં પાર્ટી છોડી દીધી. હાલમાં તે અસમના મુખ્યમંત્રી છે.


3. મણિપુરના કોંગ્રેસના ધારાસભ્ય એન બિરેન સિંહ 2016માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. હાલમાં તે મણિપુરના મુખ્યમંત્રી છે.


4. કોંગ્રેસના ટિકિટ પર 2016માં અરુણાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી જીતનારા પેમા ખાંડુએ બીજેપીમાં જોડાવાનો નિર્ણય કર્યો. ખાસ વાત એ છે કે બીજેપીમાં આવ્યા પછી ફરીથી મુખ્યમંત્રી બન્યા.


5. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્લી પ્રભારી પીસી ચાકોએ ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપી દીધું અને શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે એનસીપી જોઈન કરી લીધું.


6. મણિપુર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગોવિંદરામ કોંથોંઝમ હાલમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.

Viral Video: ખરેખર 'રંગીલું' છે રાજકોટ, હોટલના રૂમની બારી ખુલ્લી રહી ગઇ અને ન્યૂડ પાર્ટી થઇ ગઇ વાયરલ


અનેક નેતા કોંગ્રેસમાં આવ્યા:
એવું નથી કે કોંગ્રેસમાંથી માત્ર નેતાઓએ વિદાય જ લીધી છે. જ્યારે અનેક નેતાઓએ છેલ્લાં વર્ષોમાં એન્ટ્રી પણ લીધી છે. વર્ષ 2017માં બીજેપીના સ્ટાર પ્રચારક રહેલા નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસનો સાથ પસંદ કર્યો. પરંતુ તે અલગ વાત છે કે હાલમાં તે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને ચર્ચામાં છે. જ્યારે હાલમાં જ કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી જેવા લોકપ્રિય ચહેરા પણ કોંગ્રેસમાં જોડાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube