બેંગ્લુરુ : કર્ણાટક વિધાનસભાની 15 સીટ માટે 5 ડિસેમ્બરે થનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે પોતાના 6 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે. આ લિસ્ટમાં અથાની, કાગવાડ, ગોકક, વિજયાનગર, શિવાજીનગર અને કૃષ્મરાજપેટ સીટનો સમાવેશ થાય છે. કોંગ્રેસે અથાનીથી ગજાનન બાલચંદ્ર મંગસુલીને, કાગવાડથી ભરમગૌડા કેજ (રાજુ)ને અને ગોકકથી લખન જારકીહોલીને ચૂંટણીને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય વિજયનગર સીટથી વેંકટરાવ ઘોરપડેને, શિવાજીનગર સીટ પરથી રિઝવાન અરશદને તેમજ કૃષ્ણરાજપેટથી કેબી ચંદ્રશેખરને ટિકિટ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટક વિધાનસભા પેટાચૂંટણી પોતાના સમયે જ થશે અને ઉમેદવાર 18 નવેમ્બર સુધી નોમિનેશન ફાઇલ કરી શકે છે. આ ચૂંટણી માટે 5 ડિસેમ્બરે મતદાન થશે અને 9 ડિસેમ્બરે પરિણામ આવશે. કર્ણાટકમાં કુલ 15 સીટો માટે પેટાચૂંટણી થવાની છે. આ સંજોગોમાં બીએસ યેદિયુરપ્પા સરકાર પોતાનું સ્થાન જાળવી શકે એ માટે ભાજપે ઓછામાં ઓછી પાંચ સીટ જીતવી પડશે. 


કર્ણાટક વિધાનસભામાં કુલ 207 ધારાસભ્યો છે જેમાંથી 104 ભાજપના છે અને એટલે ભાજપ બહુમતી ધરાવે છે. જોકે 15 સીટના પરિણામ પછી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 222 થઈ જશે. આ સંજોગોમાં ભાજપને બહુમત માટે 113 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. કર્ણાટકમાં હાલમાં કોંગ્રેસના 65 અને જેડીએસના 34 ધારાસભ્યો છે. આ બંનેના મળીને 99 ધારાસભ્યો છે. આમ, જો કોંગ્રેસ અને જેડીએસ ભાજપને સત્તામાંથી દૂર રાખવા ઇચ્છતી હોય તો તેમણે તમામ 15 સીટ પર જીત મેળવવી પડશે. 


LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...