નવી દિલ્હી :જમ્મુ અને કાશ્મીરથી મોદી સરકાર તરફથી હટાવવામાં આવેલ આર્ટિકલ 370 બાદ ત્યાંની પરિસ્થિતિ જાણવા માટે કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ રાહુલ ગાંધીની સાથે આજે શ્રીનગર જઈ રહ્યું છે. 11 કોંગ્રેસ નેતાઓ સાથેના કોંગ્રેસી પ્રતિનિધિ મંડળની સાથે રાહુલ ગાંધી દિલ્હી એરપોર્ટ પર વિમાનમાં બેસી ગયા છે. પરંતુ સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી સહિત તમામ કોંગ્રેસી નેતાઓને શ્રીનગર એરપોર્ટથી બહાર નીકળવા નહિ દેવાય. તેમણે શ્રીનગર એરપોર્ટથી પરત દિલ્હી મોકલી દેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : ડાકોર મંદિરના દરવાજા ખૂલતા જ ભક્તોએ પહેલા દર્શન માટે દોડ લગાવી


સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓને શ્રીનગર એરપોર્ટથી બહાર નીકળવાની પરમિશન નથી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના 11 નેતા પણ જમ્મુ અને કાશ્મીર જઈ રહ્યાં છે. શ્રીનગર રવાના થતા પહેલા કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમે શ્રીનગરમાં કાયદો તોડવા નથી જઈ રહ્યા. તેમણે કહ્યું કે, જો કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે, તો રાજનીતિ નેતાઓને ઘરમાંથી બહાર કેમ નીકળવા દેવાતા નથી. આઝાદે કહ્યું કે, અમે કાશ્મીર જઈને સરકારની મદદ કરવા માંગીએ છીએ. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



કોંગ્રેસ નેતાઓની આ યાત્રા પર જમ્મુ-કાશ્મીર પ્રશાસનની તરફથી કહેવામાં આવ્યું છે કે, તમામ નેતાઓને નિવેદન કર્યું છે કે, હાલ શ્રીનગર મુલાકાતથી બચો. આ કારણે લોકોને પણ તકલીફો આવી શકે છે. હાલ પણ અનેક ક્ષેત્રોમાં પ્રતિબંધ છે.