નવી દિલ્હીઃ Karnataka Congress CLP Meeting: કર્ણાટકના પદનામિત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (Siddaramaiah) કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ગુરુવારે (18 મે) સાંજે બેંગલુરુ પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસ વિધાયક દળની બેઠક યોજાઈ હતી. CLP નેતા તરીકે ચૂંટાયા બાદ, સિદ્ધારમૈયા રાજ્યપાલને મળ્યા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવાનો સિદ્ધારમૈયાના નામનો પ્રસ્તાવ ડીકે શિવકુમાર દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. અગાઉ, ઘણા દિવસોના મંથન પછી, કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યપ્રધાન અને ડીકે શિવકુમારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. કર્ણાટકની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. સિદ્ધારમૈયા અને શિવકુમારની સાથે અન્ય ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. કોંગ્રેસે શપથ ગ્રહણ સમારોહ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને આમંત્રિત કર્યા છે.


ચાર્ટર્ડ પ્લેનથી લઈને મોંઘી ગાડીઓમાં ફરે છે ધીરેન્દ્ર શાસ્ત્રી, આવી છે લાઇફસ્ટાઇલ


પહેલાં પણ મુખ્યમંત્રી રહી ચુક્યા છે સિદ્ધારમૈયા
સિદ્ધારમૈયા કુરૂબા સમુદાયથી આવે છે અને તેઓ મે 2013થી મે 2018 વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તો કર્ણાટકમાં કોંગ્રેસના સંકટમોચક બનેલા ડીકે શિવકુમાર વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. કોંગ્રેસે તાજેતરમાં યોજાયેલી કર્ણાટક વિધાનસભાની 224 બેઠકોમાંથી 135 સીટ જીતી હતી. જ્યારે ભાજપને 66 સીટો મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube