નવી દિલ્હી : રાફેલ ડીલના મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહેલ કોંગ્રેસના નેતાઓએ આજે કેન્દ્રીય સતર્કતા પંચ (સીવીસી) સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આ દરમિયાન સીવીસીને અરજી સોંપી હતી. કોંગ્રેસે સીવીસીને આ મુદ્દે સંજ્ઞાન લેવાની અપીલ કરી હતી. તેમણે સીવીસી પાસે માંગ કરી કે આ મુદ્દે તમામ ફાઇલ અને દસ્તાવેજોને સીઝ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આ અંગે મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. 

બીજી તરફ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે કહ્યું કે, રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ ડરી ગયેલી મોદી સરકાર હવે પાકિસ્તાનને વચ્ચે લાવીને દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માંગે છે. તેમણે કહ્યું કે, શું પાકિસ્તાન માટે તમારો પ્રેમ ત્યારે સ્પષ્ટ નહોતો, જ્યારે તમે સાડી અને શાલ કૂટનીતિમાં સમાવીને ભેટ આપી રહ્યાહ તા. જ્યારે તે દરમિયાન પાકિસ્તાને આપણા સૈનિકોની હત્યા કરી જ રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત અઠવાડીયે કોંગ્રેસે દેશનાં નિયંત્રણ અને મહાલેખા પરિક્ષક (કેગ) સાથે મુલાકાત કરી હતી. પાર્ટીએ કેગને સોદામાં કથિત ગોટાળા અંગે એક રિપોર્ટ તૈયાર કરવા માટે અને તેને સંસદમાં રજુ કરવા માટેની અપીલ કરી હતી. કોંગ્રેસના નેતાઓએ રવિવારે કહ્યું કે, પાર્ટી આ પ્રકારની અપીલ સાથે જ આ અંગે ભ્રષ્ટાચારનો એક કેસ દાખલ કરવા માટેની માંગ કરશે. 

રાફેલ મુદ્દે પોતાનો શાબ્દિક પ્રહાર કરતા કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે  વડાપ્રધાન મોદીએ ગુપ્તતાની શપથનુ ઉલ્લંઘન કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, સમય આવી ચુક્યો છે કે હવે નાણામંત્રી અરૂણ જેટલી અને વડાપ્રધાન ખોટુ બોલવાનું બંધ કરે. 

કોંગ્રેસે સત્ય સામે લાવવા માટે સંયુક્ત સંસદીય સમિતી (જેપીસી) સામે તપાસ માટેની માંગ કરી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, સમય આવી ચુક્યો છે કે હવે નાણામંત્રી અરૂણ જેટલી અને વડાપ્રધાન ખોટુ બોલવાનું બંધ કરે. તે સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ સત્ત સામે લાવવા માટે સંયુક્ત સંસદીય સમિતી (જેપીસી) પાસે તપાસ કરાવવા બાબતે જોર આપ્યું. કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ વડાપ્રધાન પર દેશ સાથે છળ કરવાનો આરોપ લગાવ્યો અને માંગ કરી કે પોતાના મંત્રીઓને ઉતારવાનાં બદલે પોતે જ સોદા સાથે સંબંધ હોવાના આરોપને પગલે જવાબ આપવો જોઇએ.