પાર્ટિઓ દ્વારા બેલેટ પેપરની માંગ ખોટી, તેનાથી બુથ કેપ્ચરિંગનો યુગ આવશે: EC
ચૂંટણી પંચની સાથે સર્વદળીય બેઠકમાં કોંગ્રેસે કહ્યું કે ચૂંટણી બેલેટ પેપર દ્વારા થવી જોઇએ, કોંગ્રેસે માંગ કરી કે ચૂંટણીમાં 30 ટકા વીવીપેટ મશીનોનો ઉપયોગ થાય
નવી દિલ્હી : ચૂંટણી સુધારા અંગે ચર્ચા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની તમામ માન્યતા પ્રાપ્ત રાજનીતિક દળોની સાથે ચૂંટણી પંચે સોમવારે નવી દિલ્હીમાં બેઠક યોજી. બેઠકમાં કેટલાક દળોએ બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. રાજનીતિક દળોની આ માંગને ચૂંટણી પંચને ખોટા ઠેરવ્યા છે. મુખ્ય ચૂંટણી આયુક્ત ઓપી રાવતે કહ્યું કે, કેટલાક રાજનીતિક દળો દ્વારા ચૂંટણીમાં ઇવીએમનાં બદલે બેલેટ પેપરના ઉપયોગની માંગ ખોટી છે, આ વ્યવસ્થા ફરીથી બુથ કેપ્ચરિંગની ઘટનાઓ વધી જશે.
બેઠક બાદ મુખ્ય ચૂંટણી પંચ ઓપી રાવતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, બેઠકમાં કેટલાક દળોએ કહ્યું કે, ઇવીએમ અને વીવીપેટ મશીનમાં સમસ્યાઓ આવી રહી છે. રાજનીતિક દળોની આ વાતો અંગે ચૂંટણી પંચ દ્વારા ધ્યાન આપવામાં આવશે અને સમસ્યા ક્યાં અને કેવી આવી રહી છે, તેની તપાસ કરવામાં આવશે.
તેમણે જણઆવ્યું કે, તમામ દળોએ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાને વધારે વધારવા માટે સકારાત્મક અને રચનાત્મક સલાહ આપશે. પંચે તમામ સલાહ પર ચર્ચા કરશે અને જરૂર પડશે તો તેમને અમલમાં પણ લાવવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, પંચ અને રાજનીતિક દળોની વચ્ચે લોકસભા અને રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીને જોતા મતદાતાઓની યાદીની શુદ્ધતા, પારદર્શિતામાં સુધારો, દેશમાં એક સાથે ચૂંટણી તથા તેમને સમાવેશી બનાવવા સાથે જોડાયેલા ઉપાયો અંગે પણ ચર્ચા થઇ.
ચૂંટણી પંચની આ બેઠકમાં વાર્ષિક લેખા પરીક્ષણ રિપોર્ટ અને ચૂંટણી ખર્ચનો અહેવાલ યોગ્ય સમયે જમા કરાવવા અંગે પણ ચર્ચા થઇ. વિધાનપરિષદ ચૂંટણીમાં ખર્ચની સીમા સીમિત કરવા અને ચૂંટણી ખર્ચ ઘટાડવા અંગે વિચાર-વિમર્શ થયો.
બેઠકમાં કોંગ્રેસે કહ્યું કે, ચૂંટણી બેલેટપેપર દ્વારા થવી જોઇએ. કોંગ્રેસે માંગ મુકી કે ચૂંટણીમાં 30 ટકા વીવીપેટ મશીનોનો ઉપયોગ થવો જોઇએ.