નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરી દેવાયા પછી કોંગ્રેસના નેતા આનંદ શર્માએ મંગળવારે કેન્દ્ર સરકાર સમક્ષ 3 માગણી કરી છે. આનંદ શર્માએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં લગાવાયેલો કરફ્યુ દૂર કરે, જેથી પ્રજાને હાલાકી ન પહોંચે. જમ્મુ-કાશ્મીરમાં નજરકેદ કરાયેલા સિનિયર નેતાઓને છોડવામાં આવે અને રાજકીય સંવાદ માટે એક ઓલ પાર્ટી ડેલિગેશન જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, ઓલ પાર્ટી ડેલિગેશન ત્યાંની પ્રજા સાથે વાતચીત કરશે અને દુનિયાને જણાવશે, કાશ્મીરની સ્થિતિ અંગે જે કોઈ ભ્રમ ફેલાવાઈ રહ્યો છે તે ખોટો છે. આનંદ શર્માએ જણાવ્યું કે, સરકારે એક જૂથને ત્યાં જવાની મંજૂરી આપવી જોઈએ જેથી ત્યાંની વાસ્તવિક સ્થિતિ અંગે જાણી શકાય. 


જમ્મુ કાશ્મીરમાં લાદેલા પ્રતિબંધ ઉઠાવી લેવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર, કહ્યું- મામલો સંવેદનશીલ છે


આનંદ શર્માએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે રાહલ ગાંધીને ચાર્ટર્ડ વિમાનમાં કાશ્મીર આવવા આમંત્રણ આપ્યું છે. રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે કે, તેઓ ઓલ પાર્ટી ડેલિગેશન બોલાવે તો અમે આવવા તૈયાર છીએ. 


જમ્મુ કાશ્મીર: ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતની પાકિસ્તાનને આકરી ચેતવણી


આનંદ શર્માએ વધુમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા સ્વાભાવિક છે, કેમ કે ત્યાં શાસન-પ્રશાસન તરફથી સંપૂર્ણ નાકાબંદી કરવામાં આવી છે. સમાચાર અને સંદેશાવ્યવહાર કાપી નખાયો છે, આથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમારી સરકારને સલાહ છે કે તે વિરોધ પક્ષના નેતાઓને ત્યાં જવા દે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...