કોંગ્રેસના સ્થાપના દિવસે સોનિયા ગાંધી ફરકાવી રહ્યા હતા ઝંડો....અચાનક આ શું થઈ ગયું? જુઓ Video
આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિવસ છે. આ અવસરે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીનો ધ્વજ ફરકાવી રહ્યા હતા અને અચાનક કઈક એવું બન્યું કે ત્યાં હાજર લોકોમાં સન્નાટો થવાઈ ગયો.
નવી દિલ્હી: આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિવસ છે. આ અવસરે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીનો ધ્વજ ફરકાવી રહ્યા હતા અને અચાનક કઈક એવું બન્યું કે ત્યાં હાજર લોકોમાં સન્નાટો થવાઈ ગયો. કોંગ્રેસનો ઝંડો સીધો સોનિયા ગાંધીના હાથ પર પડ્યો.
કોંગ્રેસના સ્થાપના દિવસે ગવાયું વંદે માતરમ
અત્રે જણાવવાનું કે કોંગ્રેસનો સ્થાપના દિવસ ઉજવવા માટે નેતાઓ અને પાર્ટી કાર્યકરો દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય પર ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં આજે વંદે માતરમ ગાવામાં આવ્યું. ત્યારબાદ સોનિયા ગાંધીએ કાર્યક્રમમાં હાજર કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરી.
આઝાદીમાં કોંગ્રેસનું મોટું યોગદાન- સોનિયા ગાંધી
કોંગ્રેસના સ્થાપના દિવસે સોનિયા ગાંધીએ એક સંદેશ જારી કર્યો. જેમાં તેમણે કહ્યું કે આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ વ્યાપક સ્તરે ઉજવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ફક્ત એક રાજકીય પક્ષનું જ નામ નથી પરંતુ એક આંદોલનનું નામ છે. કોંગ્રેસની સ્થાપના કઈ પરિસ્થિતિઓમાં થઈ તે મારે જણાવવાની જરૂર નથી. આઝાદીના આંદોલનમાં કોંગ્રેસ અને તેના નેતાઓએ આગળ રહીને ભાગ લીધો, જેલોમાં કપરી યાતનાઓ ઝેલી અને અનેક દેશભક્તોએ પોતાના પ્રાણ સુદ્ધા ન્યૌછાવર કર્યા ત્યારે આપણને આઝાદી મળી.
જુઓ Video
ભારતનો પાયો નબળો કરવાની થઈ રહી છે કોશિશ- સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ કહ્યું કે જે લોકોએ આઝાદીના આંદોલનમાં ભાગીદારી નથી કરી તેઓ તેની કિંમત પણ સમજી શકે નહીં. આજે ભારતના એ મજબૂત પાયાને નબળા કરવાના દરેક શક્ય પ્રયત્ન થઈ રહ્યા છે. ઈતિહાસને ખોટો ઠેરવાઈ રહ્યો છે. આપણી ગંગા જમના સંસ્કૃતિને મીટાવવાની કોશિશ થઈ રહી છે. દેશના સામાન્ય નાગરિકો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. લોકતંત્ર અને બંધારણને હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. આવામાં કોંગ્રેસ ચૂપ રહી શકે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ કોઈને પણ દેશનો વારસો નષ્ટ કરવા દેશે નહીં. સામાન્ય લોકો માટે, લોકતંત્રની રક્ષા માટે, દેશ વિરોધી અને સમાજ વિરોધી ષડયંત્રો વિરુદ્ધ દરેક સંઘર્ષ કરીશું. દરેક કુરબાની આપીશું. આજના આ અવસર પર એક એક કોંગ્રેસ જન એ જ સંકલ્પ લે છે કે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube