નવી દિલ્હીઃ ઉદયપુરમાં યોજાયેલી ચિંતન શિબિર બાદ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં સુધારા માટે ટાસ્ક ફોર્સ-2022 અને સલાહકાર સમૂહની રચના કરી દીધી છે. ચિંતન શિબિરમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રા માટે ટાસ્ક ફોર્સ, પોલીટિકલ અફેયર્સ ગ્રુપ અને સેન્ટર પ્લાનિંગ ગ્રુપ બનાવ્યું છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને ગુલામ નબી આઝાદનું નામ પોલીટિક્લ અફેયર્સ ગ્રુપમાં છે. તો પી ચિદમ્બરમ, જયરામ રમેશ, કેસી વેણુગોપાલને ટાસ્ક ફોર્સ 2024માં રાખવામાં આવ્યો છે. કોંગ્રેસ પોતાને લોકસભા ચૂંટણી પહેલા મજબૂત કરવા માટે ભારત જોડો યાત્રા શરૂ કરવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નેતાઓને સલાહકાર સમૂહમાં મળ્યું સ્થાન
સોનિયા ગાંધીએ સલાહકાર સમૂહમાં રાહુલ ગાંધી સિવાય મલ્લિકાર્જુન ખડહે, ગુલામ નબી આઝાદ, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, આનંદ શર્મા, કેસી વેણુગોપાલ અને જિતેન્દ્ર સિંહને સામેલ કર્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube