જયપુર: રાજસ્થાન (Rajasthan) પ્રદેશ કોંગ્રેસ (Congress)માં ચાલી રહેલા કલેહ વચ્ચે કોંગ્રેસના ટોચના નેતા સચિન પાયલટને મનાવવામાં લાગ્યા છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટ (Sachin Pilot) અને ગેર હાજર ધારાસભ્યોને સમાધાનની તક આપવામાં આવી છે. સચિન પાયલટ (Sachin Pilot) અને ગેર હાજર ધારાસભ્યોને આવતીકાલે સવારે 10 વાગે હોટલ ફેરમાઉન્ટમાં બોલાવવામાં આવ્યા છે. આ લોકોને કહેવામાં આવ્યું છે કે પોતાની વાત રજૂ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતા અને પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે જે પણ મતભેદ છે સીએમ અશોક ગેહલોત, ડેપ્યુટી સીમ સચિન પાયલટ અને તમામ ધારાસભ્ય સાથે મળીને વાતચીત વડે સમાધાન નિકાળે. સચિન પાયલટ નહી આવવા અંગે પ્રશ્ન પૂછતાં સુરજેવાલાએ કહ્યું કે આવતીકાલે 10 વાગે બેઠક થશે તે સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. જાણકારોના અનુસાર મુખ્યમંત્રી અશોક ગેહલોત હોટલ ફેરમાઉન્ટમાં જ ઉપલબ્ધ છે. તમને જણાવી દઇએ કે સીએમ ધારાસભ્યો સાથે રાત્રે અહીં જ રાકાશે. 


આ પહેલાં સચિન પાયલટના અંગત સૂત્રોએ કહ્યું હતું કે અશોક ગેહલોત સરકાર પાસે તે સંખ્યાબળ નથી, જેનો તે દાવો કરી રહ્યા છે. સૂત્રોએ કહ્યું કે સીએમના બેક ગાર્ડન બહુમત સાબિત કરવાની જગ્યા નથી, આ વિધાનસભામાં કરવામાં આવે છે. જો તેમની પાસે દાવા અનુસાર સંખ્યાબળ છે તો ધારાસભ્યોને હોટલમાં કેમ લઇ જવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના કેબિનેટ મંત્રી રમેશ મીનાને ખુલીને સચિન પાયલટનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે તે સચિન પાયલટ સાથે છે.  


સૂત્રોનો દાવો છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે સોમવારે સવારે થયેલી બેઠકમાં 20 ધારાસભ્ય સામેલ નથી. પરંતુ અશોક ગેહલોતે કહ્યું કે બેઠકમાં 109 ધારાસભ્ય પહોંચ્યા. તમામને હોટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. 


સચિન પાયલટના અંગત સૂત્રોનું એ પણ કહેવું છે કે સચિન પાયલટ ભાજપમાં સામેલ નથી. બીજી તરફ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમારે સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ કોંગ્રેસ છોડશે નહી, તેમણે સચિન પાયલટને 'સાચા કોંગ્રેસી' ગણાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube