લખનઉ: કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધના અયોધ્યા પ્રવાસમાં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીની 27 માર્ચે પ્રસ્તાવિત અયોધ્યા રેલીને બે દિવસ આગળ વધારવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, પ્રિયંકા ગાંધી હવે 27 માર્ચની જગ્યાએ 29 માર્ચે રામ નગરી અયોધ્યામાં રેલી કરશે. નવા શિડ્યુલ અનુસાર, હેવ પ્રિયંકા ગાંધી 27 માર્ચના અમેઠી, 28 માર્ચના રાયબરેલી અને પછી 29 માર્ચના રામની નગરી અયોધ્યામાં ચૂંટણી રેલી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: બિહારમાં જ્યારે કોઇ મંત્રી-સાંસદની બેઠક નથી બદલાઇ, તો મારી સાથે આવું કેમ?: ગિરિરાજ સિંહ


પ્રિયંકાની અયોધ્યા યાત્રા વિશે જાણકારી આપતા ઉત્તર પર્દેશના કોંગ્રેસ સમિતિના સચિવ રાજેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું. પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીમાં કેફિયત એક્સપ્રેસથી અયોધ્યા માટે રવાના થશે. ટ્રેનની સવારે 5:30 વાગે ત્યાં પહોંચવાની આશા છે. સિંહે કહ્યું કે અયોધ્યા રેલવે સ્ટેશનની નજીક થોડી દુર એક હોટલમાં આરામ કર્યા બાદ સવારે 10 વાગે અયોધ્યામાં રોડ શો કરશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...