નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સજ્જડ હાર, રાહુલ ગાંધીની અધ્યક્ષ પદેથી રાજીનામાની રજુઆત અને ત્યારબાદ અનેક રાજ્યોમાં પાર્ટી નેતાઓમાં આંતરીક કંકાસના પગલે દેશની સૌથી જૂના રાજકીય પક્ષની દશા અને દિશાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ સંદર્ભમાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલીને પૂછવામાં આવેલા પાંચ સવાલના જવાબ રજુ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ: કેટલાક રાજકીય નિષ્ણાંતો ભવિષ્યમાં કોંગ્રેસના અસ્તિત્વને લઈને સવાલ ઊભા કરી રહ્યાં છે. તેના પર તમે શું કહેશો?
જવાબ: કોંગ્રેસનો 135 વર્ષનો ઈતિહાસ છે. અનેકવાર લોકોએ તેનું અસ્તિત્વ ખતમ થઈ ગયેલું જણાવ્યું પરંતુ દર વખતે તેઓ ખોટા સાબિત થયા. અંગ્રેજોએ પણ આ પાર્ટીને ખતમ ગણાવી પરંતુ તેમણે અહીંથી ભાગવું પડ્યું. 1977માં ઈન્દિરા ગાંધીની હાર બાદ પણ કોંગ્રેસની કહાની ખતમ ગણાવાઈ પરંતુ અમે સત્તામાં પાછા ફર્યા. લોકો ઈતિહાસ ભૂલી જાય છે અને કોંગ્રેસને ખતમ ગણાવે છે. હાર ચોક્કસ થઈ છે પરંતુ કોંગ્રેસ પાછી ઊંભી થશે અને જીતશે. 


સવાલ: રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર ગંભીર સવાલ ઊભા થઈ ગયા છે, તેના પર તમારો શું અભિપ્રાય છે?
જવાબ: રાહુલજીએ સારું નેતૃત્વ કર્યું. કોંગ્રેસે તેનો ફાયદો ઉઠાવવો જોઈતો હતો. પાર્ટી તેમના નેતૃત્વનો ફાયદો ઉઠાવી શકી નહી. તેમણે એવો માહોલ તૈયાર કર્યો જેનાથી એવું લાગવા માંડ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં પાછી આવી રહી છે. અમે સફળ ન થયા તો તેનો અર્થ એ નથી કે અમે એમ  કહીએ કે નેતૃત્વ સારું નથી. જો તેમનું નેતૃત્વ ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન સારું હતું તો પછી હવે સારું કેમ નહીં હોય? રાહુલ ગાંધીએ દોઢ વર્ષ  પહેલા અધ્યક્ષ પદની જવાબદારી લીધી. તેમને પણ સમય મળવો જોઈએ અને તેઓ પોતાની જાતને સાબિત કરશે. 


જુઓ LIVE TV...


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...